________________
૧૪૪
તેમ સ્થાપન કર્યું, હવે પૂર્વપક્ષી જેમ રત્નાદિકની શુદ્ધિ-અશુદ્ધિ વ્યવહારમાં માને છે, તેમ આત્માની પણ શુદ્ધિ-અશુદ્ધિ સ્વીકારવી જોઈએ, તે સ્થાપન કરતાં કહે છે – અનુવાદ :
રત્નારિકન....વિશેષરૂ ના - રત્નાદિકની જેમ શુદ્ધિ અને અશુદ્ધ ઉપાયરૂપ ઉપાધિ કહો છો, તેમ આત્માને પણ પરિણામવિશેષે જાણો. ભાવાર્થ :
લોકવ્યવહારમાં પૂર્વપક્ષી પણ કહે છે કે, જે રત્ન શોધનક્રિયાથી શુદ્ધ કરાયેલું નથી તેમાં અશુદ્ધિ છે, અર્થાત્ તે રત્નને અશુદ્ધના ઉપાયરૂપ કારણરૂપ, ઉપાધિ છે, અર્થાત્ તે રત્ન ઉપર આગંતુક મળરૂપ ઉપાધિ છે, તેથી તે રત્ન અશુદ્ધ છે. આમ, જે રત્નને શોધનક્રિયાથી શુદ્ધ કરવામાં આવે છે તે રત્નમાં લોક શુદ્ધિ કહે છે, અને જે રત્ન ઉપર શોધનક્રિયા કરવામાં આવતી નથી તેના ઉપર આગંતુક મળ હોવાથી તે રત્નમાં અશુદ્ધિ છે તેમ કહે છે; તે જ રીતે જે આત્માએ સાધના કરી નથી તેવા આત્મામાં આગંતુક મળરૂપ ઉપાધિ છે તેથી તે આત્મામાં અશુદ્ધિ છે, અને જે આત્માએ સાધના કરીને શુદ્ધિ પ્રગટ કરી છે તે આત્મામાં શુદ્ધિ છે, આ પ્રકારનો આત્મામાં પરિણામનો ભેદ જાણો. અને એ પ્રકારના પરિણામના ભેદને પૂર્વપક્ષી માને તો આત્માનું ફૂટસ્થપણું સ્વીકારી શકાય નહિ. ઉત્થાન :
આ રીતે આત્માના પરિણામવિશેષને સ્થાપન કરીને ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે કે, રત્નાદિકમાં શુદ્ધિ-અશુદ્ધિને તું સ્વીકારે છે અને આત્મામાં શુદ્ધિઅશુદ્ધિને તું સ્વીકારતો નથી એ તારી કુબુદ્ધિ છે, તે જ બતાવતાં કહે છે - અનુવાદ -
જી વુદ્ધિ....નથી તા?પછી- આ પ્રકારની તારી કુબુદ્ધિ છે કે જે પુદ્ગલ દ્રવ્યને પરિણામે શુદ્ધિ-અશુદ્ધિ તું કહે છે, અને આત્માને તેમ કહેતો નથી. આપણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org