________________
૧૩૯
બંધ-મોક્ષ નથી, તો મોક્ષ ઉપચારથી છે, એ વાતમાં તમે સંતોષ કરશો તો તમારાં મોક્ષશાસ્ત્ર વૃથા=ફોગટ, છે; જેમાં=જે મોક્ષશાસ્ત્રમાં પરમાર્થની કથા નથી તે માટે.
હવે સાંખ્યમત પ્રમાણે મોક્ષને કહેનાર શાસ્ત્ર બતાવે છે -
પશ્ચવિશતિ.....નાત્ર સંશયઃ || - જેમાં પચીશ તત્ત્વને જાણનારો, તે આશ્રમમાં રત, જટી=જટાવાળો, મુંડી=મુંડન કર્યું હોય, શિખી=શિખાવાળો, કોઈપણ હોય (તે) મુકાય છે, એમાં સંશય નથી.
હવે વેદાંતમત પ્રમાણે મોક્ષને કહેનાર શાસ્ત્ર બતાવે છે - બ્રહ્મવિદ્.....ન થાડું ।।પુ || - બ્રહ્મને જાણનારો બ્રહ્મને અત્યંત પામે છે, ઈત્યાદિ સાંખ્યશાસ્ત્ર અને વેદાંતશાસ્ત્ર સર્વ મોક્ષાર્થે પ્રવર્તક થશે નહિ, કેમ કે સાંખ્યમત અને વેદાંતમતમાં પરમાર્થથી બંધ અને પરમાર્થથી મોક્ષ નથી. તેથી પરમાર્થને જાણનાર વ્યક્તિ તે શાસ્ત્રોથી મોક્ષમાં પ્રવૃત્તિ કરે નહિ. પા અવતરણિકા :
પૂર્વ ગાથા-૫૫ માં સાંખ્ય અને વેદાંતીનાં મોક્ષપ્રવર્તક શાસ્ત્ર જો પરમાર્થથી મોક્ષ ન માને તો પ્રવર્તક થઈ શકે નહિ, તે સ્થાપન કર્યું. હવે જો તે શાસ્ત્રથી મોક્ષની પ્રવૃત્તિ સ્વીકારવામાં આવે તો આત્માનું ફૂટસ્થપણું માની શકાય નહિ, તે બતાવતાં કહે છે -
ચોપઇ :
प्रकृति अविद्या नाशई करी, पहिली आत्मदशा जो फिरी । तो कूटस्थपणुं तुम्ह गयुं, नहि तो कहो स्युं अधिकुं थयुं ।। ५६ ।। ગાથાર્થ:
(સાંખ્યમત પ્રમાણે) પ્રકૃતિ અને (વેદાંતમત પ્રમાણે) અવિદ્યાનો નાશ કરવાથી પહિલી=પ્રકૃતિવાળી અને અવિદ્યાવાળી, આત્મદશા જો ફરે, તો તમારે કૂટસ્થપણું ગયું. જો તેમ નહિ માનો તો કહો (કે મુક્તિદશામાં સાધનાથી) શું અધિકું થયું ? પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org