________________
અનુવાદ :
સવિલાસ.....વિમ દોડ્ ?||૪|| - સવિલાસ એવી પ્રકૃતિની નિવૃત્તિરૂપ મોક્ષ તે જીવને છે એ વાત સાંખ્યમતમાં ઘટે નહિ, જે માટે જે બંધાય તે છૂટે, અન્ય બંધાય અને અન્યનો મોક્ષ થાય એ કહેવું જ કેવી રીતે સંગત થાય ૫૪ ભાવાર્થ :
૧૩૭
સાંખ્ય કહે છે કે પ્રકૃતિ ક્રિયા કરનારી છે, અને તે પ્રકૃતિનો વિલાસ તે જ આ સંસાર છે અને તેની નિવૃત્તિરૂપ જ મોક્ષ છે. મોક્ષ જીવને પ્રાપ્ત થાય છે તેથી સાધના કરીને યોગીપુરુષો મોક્ષને પામે છે. તેને ગ્રંથકાર કહે છે - જીવનો મોક્ષ સાંખ્યમતમાં ઘટે નહિ. કેમ કે પ્રકૃતિ બંધાય છે એ પ્રકારે પૂર્વમાં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું, અને તે પ્રમાણે પ્રકૃતિ બંધાતી હોય તો પ્રકૃતિનો જ મોક્ષ થાય, જીવનો નહિ. કેમ કે જે બંધાય તે છૂટે, પરંતુ અન્ય બંધાય અને અન્ય છૂટે એમ કહેવું અનુભવથી વિરુદ્ધ છે. માટે પ્રકૃતિ બંધાય અને જીવ મોક્ષ પામે એમ કહેવું યુક્તિરહિત છે. II૫૪॥
અવતરણિકા :
પૂર્વ ગાથા-૫૪ માં સ્થાપન કર્યું કે સાંખ્યમતે પ્રકૃતિ બંધાય છે, અધ્યાસથી=ઉપચારથી, જીવ બંધાય છે તેમ વ્યવહાર થાય છે; તો તે રીતે મોક્ષ પણ જીવનો છે તેમ કહી શકાય નહિ. અને સાંખ્ય એમ કહે કે પ્રકૃતિ જેમ બંધાણી અને મોક્ષ પણ પ્રકૃતિનો જ છે, આમ છતાં અધ્યાસથી=ઉપચારથી, જીવ બંધાણો છે, તેમ અધ્યાસથી–ઉપચારથી, જીવ મુકાય છે. તેને ગ્રંથકાર કહે છે -
ચોપઇ :
परमारथ नवि बंध न मोष, उपचारइं जो करस्यो तोष । मोक्षशास्त्र तो तुह्य सवि वृथा, जेहमां नहीं परमारथ कथा ।। ५५ ।। ગાથાર્થ :
પરમાર્થથી બંધ નથી અને મોક્ષ નથી, જો ઉપચારથી (બંધ, મોક્ષનો સ્વીકાર કરીને) તોષ કરશો=સંતોષ માનશો, તો તમારાં મોક્ષશાસ્ત્ર સર્વ વૃથા છે. તેમાં હેતુ કહે છે - જેમાં=જે શાસ્ત્રમાં, પરમાર્થ કથા નથી તે શાસ્ત્ર વ્યર્થ છે. પપ્પાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org