________________
ઉત્થાન :
પ્રકૃતિનો વિલાસ બતાવીને હવે સાધનાથી પ્રાપ્ત થતી મુક્તિ શું પદાર્થ છે,
તે બતાવે છે -
અનુવાદ :
.
પ્રવૃતિવિવારનો.....મુર્ત્તિ । - પ્રકૃતિના વિકારનો=કાર્યનો, વિલય તે જ
મુક્તિ છે.
ભાવાર્થ :
૧૨૯
પ્રકૃતિમાંથી બુદ્ધિ આદિ ક્રમસ૨ ૨૩ તત્ત્વો પેદા થાય છે, તે પ્રકૃતિના વિકારો છે, અર્થાત્ પ્રકૃતિનાં કાર્યો છે, અને સાધના દ્વારા તે પ્રકૃતિનાં કાર્યો પ્રતિલોમથી કારણમાં વિલય પામે છે, અને તે સર્વ વિલય જ્યારે પ્રકૃતિમાં વિશ્રાંત થાય છે, તે જ મુક્તિ પદાર્થ છે.
આ રીતે બુદ્ધિનો જ્યારે પ્રકૃતિમાં વિલય થાય છે ત્યારે પ્રકૃતિમાત્ર રહે છે, બુદ્ધિ પણ રહેતી નથી. તેથી પૂર્વમાં સ્વચ્છ બુદ્ધિમાં જે પુરુષનું પ્રતિબિંબ પડતું હતું તે હવે પડતું નથી. તેથી જડ એવી પ્રકૃતિ જે પૂર્વમાં વિલાસ કરતી હતી તેવો વિલાસ હવે કરતી નથી, તે જ સાંખ્ય મતે મુક્તિ પદાર્થ છે.
ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે પ્રકૃતિના વિકારનો વિલય તે મુક્તિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રકૃતિમાંથી વિકારો પેદા થયેલા, અને તે સર્વ વિકારરૂપ કાર્યો કારણમાં વિલય પામ્યાં તે જ મુક્તિ પદાર્થ છે. તેથી પુરુષની મુક્તિ છે, તેમ પ્રાપ્ત થાય નહિ, તો ખરેખર પુરુષ કેવો છે ? તે બતાવવા માટે કહે છે
અનુવાદ :
યુત્તિ....થાપકૢ છડું ||પ્૧11-'વિતિરસઽમા' ઇત્યાદિ સૂત્રાનુસારી યુક્તિ તે નિર્ગુણ ચેતનને સ્થાપે છે. II૫૧॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org