________________
૧૩૦
ભાવાર્થ :
પરિણામ-પરિણામીભાવગમન દ્વારા ચિતિ–પુરુષરૂપ ચિન્શક્તિ, અપ્રતિસંક્રમી છે=અન્યથી અસંકીર્ણ છે, અર્થાત્ પુરુષની ચિ7ક્તિ સદા એકસ્વરૂપે છે, અન્યરૂપે પરિણામ પામતી નથી. આ પ્રકારનો અર્થ કાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથમાં બત્રીશી-૧૧ શ્લોક-૧૫ માં કરેલ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે, જેમ માટી ઘડારૂપે પરિણામ પામે છે, બાલ્યાવસ્થા યુવાવસ્થારૂપે પરિણામ પામે છે; તેમ ચિત્ શક્તિ અન્યરૂપે પરિણામ પામતી નથી, પરંતુ સદા એકસ્વરૂપે રહે છે. તેથી ચિતિરસક્રમા” એ પ્રકારના સૂત્રને કહેનાર વચનથી આત્મા નિર્ગુણ છે તે સિદ્ધ થાય છે. કેમકે જે પરિણામાંતરને પામે તેને ગુણ કહેવાય, જ્યારે ચિત્ શક્તિ અન્ય પરિણામને પામતી નથી, માટે નિર્ગુણ છે.
આનાથી એ-ફલિત થાય છે કે પુરુષની મુક્તિ નથી, કેમ કે પુરુષ નિર્ગુણ છે, તેથી અન્ય પરિણામરૂપે થતો નથી. તેથી સાધના દ્વારા પુરુષની મુક્તિ થતી નથી, પરંતુ સાધના દ્વારા પ્રકૃતિના વિકારોનો જે વિલય છે, તે જ મુક્તિ પદાર્થ છે. પવા અવતરણિકા -
પૂર્વગાથા-૫૧ માં સ્થાપન કર્યું કે પુરુષ નિર્ગુણ છે, તેથી પુરુષની મુક્તિ થતી નથી, પરંતુ પ્રકૃતિનાં કાર્યોનો પ્રકૃતિરૂપ કારણમાં વિલય તે જ મુક્તિ પદાર્થ છે. ત્યાં પ્રશ્ન થાય કે તો પછી યોગી સાધના કરે છે અને સાધનાથી મુક્તિ મેળવે છે, એ પ્રકારનો વ્યવહાર લોક કેમ કરે છે ? તેથી કહે છે - ચોપઇ:
पंथी लूट्या देषी गूढ, कहइ पंथ लूटाणो मूढ । प्रकृति क्रिया देषी जीवनइ, अविवेकी तिम मानइ मनिं ।।५२।।
ગાથાર્થ -
પંથી મુસાફર, લૂંટ્યા દેખી ગૂઢ-રહસ્ય (નહિ જાણતો) એવો મૂઢ પંથ લૂંટાણી કહે છે, તેમ પ્રકૃતિની ક્રિયાને દેખીને અવિવેકી મનમાં જીવની (ક્રિયા) માને છે. પરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org