________________
૧રક ગાથાર્થ :
પ્રકૃતિ કરે છે, ક્લબ નપુંસક એવો ચેતન કરતો નથી. પ્રતિબિંબ વડે કરીને તે પ્રકૃતિ, કરે છે તે જીવ ભોગવે છે. અને પચીસમું તત્ત્વ અગમ્ય, ફૂટસ્થ, સદાશિવ અને રમ્ય છે. IFપના
બાલાવબોધ :
प्रकृति ते सर्व कार्य करइ छड़, चेतन--आत्मा नवि करइ जे माटइ ते क्लीब छड्-क्रियानो असमर्थ छइ, ज्ञस्वभाव ते कर्तृस्वभाव किम हुइ ? बुद्धि करइ छई ते प्रतिबिंबइ जीव भुंजइ छइ, “बुद्धिनिष्ठप्रतिबिम्बग्राहित्वमेव चितो भोगः” अत एव सांख्यमतइ साक्षाद् भोक्ता आत्मा नथी । पंचवीसमुं तत्त्व आत्मरूप अगम्य-अगोचर छइ, कूटस्थ कहितां अनित्यधर्मरहित, सदाशिव कहितां सदानिरुपद्रव, रम्य कहितां मनोहर ।।५०।। અનુવાદ :
પ્રકૃતિ.....અસમર્થ છડું - પ્રકૃતિ તે સર્વ કાર્ય કરે છે અર્થાત્ જગતમાં જે કાંઈ કાર્ય દેખાય છે તે સર્વ કાર્ય પ્રકૃતિ કરે છે. ચેતન=આત્મા, કાંઈ કરતો નથી, જે કારણથી તે ક્લીબ=નપુંસક, છે અર્થાત્ ક્રિયા કરવા માટે અસમર્થ છે.
તેમાં યુક્તિ બતાવે છે -
જ્ઞસ્વભાવ.....વિમ દુઃ? - જીવ જ્ઞસ્વભાવ છે તે કસ્વભાવ કેમ થાય ? અર્થાત્ જીવનો જાણવાનો સ્વભાવ છે તેથી તે જાણવાનું કામ કરે છે, પરંતુ તે જાણવાનો સ્વભાવ ક્રિયા કરવાના સ્વભાવરૂપે થઈ શકે નહિ, તેથી જીવ ક્રિયા કરવા માટે અસમર્થ છે. એ પ્રકારે સાંખ્ય માને છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે જો પ્રકૃતિ સર્વ કાર્ય કરતી હોય અને જીવ કરતો ન હોય તો આ જીવ ભોગાદિ કરે છે, એવી લોકપ્રતીતિ છે, તે કઈ રીતે સંગત થાય ? તેથી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org