________________
૧૨૪
ભાવાર્થ :
પૂર્વગાથા-૪૭/૪૮ માં દર્પણના દૃષ્ટાંતથી બતાવ્યું કે, જીવને ત્રણ અંશથી ભ્રાંતિ વર્તે છે, તે ભ્રમ “અપરોક્ષ ભ્રમ” છે. જેમ પર્વત ઉપરથી જોનારને નીચેમાં રહેલા બધા માણસો વેંતિયા દેખાય છે તે અપરોક્ષ ભ્રમ છે, તેમ જીવ કર્તા-ભોક્તા નહિ હોવા છતાં, સ્વચ્છ બુદ્ધિમાં ચેતનનું પ્રતિબિંબ પડવાને કારણે પૂર્વગાથા ૪૭/ ૪૮ માં બતાવાયેલા ત્રણ પ્રકારના અપરોક્ષ ભ્રમ તેને વર્તે છે, અને તે અપરોક્ષ ભ્રમ જ્યારે અપરોક્ષ એવા આત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે જ નિવર્તન પામે છે.
દરેકનો આત્મા અપરોક્ષજ્ઞાનનો=પ્રત્યક્ષજ્ઞાનનો વિષય છે, છતાં જ્યાં સુધી સાધના દ્વારા જીવને તેનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી જ તેને “હું કર્તા છું, હું ભોક્તા છું,’ એ પ્રકારનો ભ્રમ વર્યા કરે છે. જ્યારે અપરોક્ષ એવા પોતાના આત્માનો સાધના દ્વારા સાક્ષાત્કાર થાય છે, ત્યારે “પોતે કર્તા નથી, ભોક્તા નથી” એવું આત્મજ્ઞાન તેને પ્રગટે છે, જે જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે પ્રાયઃ કરીને કેવલજ્ઞાનની અવસ્થા છે. અને તે વખતે શુદ્ધ આત્માનું જ્ઞાન તેને થાય છે, તેના કારણે પોતે કર્તા-ભોક્તા છે એ પ્રકારનો ભ્રમ તેને રહેતો નથી. પરંતુ જ્યાં સુધી સાધનાની પૂર્ણતા થઈ નથી ત્યાં સુધી અપરોક્ષ એવા આત્માના સાક્ષાત્કાર માટે વિવેકખ્યાતિવાળો પણ યોગી સાધનાનો પ્રયત્ન કરે છે. અને વિવેકખ્યાતિ હોવાને કારણે તે જાણે છે કે “હું નિર્લેપ છું, હું કાંઈ કરતો નથી, વસ્તુતઃ પ્રકૃતિ બધું કરે છે છે, તો પણ અકર્તા અને અભોક્તા એવા આત્માના સાક્ષાત્કાર માટે તે યત્ન કરે છે. તેથી લોકમાં યોગી સાધના કરે છે એ પ્રકારનો વ્યવહાર થાય છે.
વિવેકખ્યાતિવાળો પણ યોગી વિધિ-નિષેધરૂપ ક્રિયામાં આભાસિક યત્ન કરે છે તે અપરોક્ષ એવા આત્માના સાક્ષાત્કાર માટે કરે છે. આમ છતાં, સાંખ્યમત પ્રમાણે તે યોગીનો આત્મા પરમાર્થથી તો અક્રિય છે, પરંતુ તે યોગીના આત્માના પ્રતિબિંબવાળી સ્વચ્છ બુદ્ધિ=પ્રકૃતિ, વિધિ-નિષેધરૂપ આચારની ક્રિયા કરે છે; અને તેનો ઉપચાર “આ યોગીનો આત્મા કરે છે” એ પ્રકારે વ્યવહારી લોક માને છે. અને તે વિવેકખ્યાતિવાળા યોગીની પ્રવૃત્તિ આભાસિકમાત્ર હોય છે. તત્ત્વથી તો તે નિર્લેપ એવા આત્મસ્વરૂપમાં જ મગ્ન હોય છે. તેથી તેને પણ એ પ્રતીતિ થાય છે કે અપરોક્ષ એવા મારા આત્માના સાક્ષાત્કાર માટે હું યત્ન કરું છું. જ્યારે અપરોક્ષનો સાક્ષાત્કાર થાય છે ત્યારે તે યોગીના આત્માને પોતે કર્તા-ભોક્તા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org