________________
૧૨૨ ભાવાર્થ :
દર્પણમાં મુખનું પ્રતિબિંબ પડવાને કારણે જેમ બાળકને તે મુખ એ હું છું, અને દર્પણમાં દેખાતી મુખની લાલિમા એ મારી લાલિમા છે, અને દર્પણનું ચલન એ મારું ચલન છે તેમ ભાસે છે; તેમ સ્વચ્છ બુદ્ધિમાં ચેતનાનું પ્રતિબિંબ પડે છે, તેના કારણે થયેલી આ ત્રણ પ્રકારની ભ્રમની જાતિ છે.
અનુવાદ : -
- વિવેવરાતિ.....ના T૪૮૫ - જે વ્યક્તિને વિવેકખ્યાતિ કહેતાં પ્રકૃતિ અને પુરુષની અન્યતાબુદ્ધિ=જુદાપણાની બુદ્ધિ, થઈ છે; તેવી વિવેકખ્યાતિવાળી વ્યક્તિ શુદ્ધ એવા કેવલ આત્મસ્વરૂપને જાણે છે. ૪૮ ભાવાર્થ :
સાંખ્યમત પ્રમાણે જ્યારે જીવને એ જ્ઞાન પ્રગટે છે કે પ્રકૃતિ અને પુરુષ એ બે જુદા પદાર્થો છે, ત્યારે તેનામાં વિવેકખ્યાતિ પ્રગટે છે. અને જ્યારે વિવેકખ્યાતિ પ્રગટ થાય છે, ત્યારે બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલા ચેતનને હું આ છું” તેમ તે જાણતો નથી, પરંતુ બુદ્ધિમાં આ મારું પ્રતિબિંબ છે” તેમ તે જાણી શકે છે. તેથી પ્રકૃતિથી હું જુદો છું અને હું કર્તા નથી અને ભોક્તા નથી, પરંતુ ચેતનાના પ્રતિબિંબવાળી એવી બુદ્ધિ કર્તા છે અને ભોક્તા છે, તેમ તે જાણે છે.
૦ આ વિવેકખ્યાતિ સ્વમત પ્રમાણે આત્મા અને પુદ્ગલના ભેદજ્ઞાનના પ્રકર્ષરૂપ અસંગઅનુષ્ઠાનની ભૂમિકા પ્રાયઃ હોય તેમ જણાય છે. I૪૮II અવતરણિકા –
યોગીપુરુષને પ્રકૃતિ અને પુરુષના ભેદનું જ્ઞાન પ્રથમ શાસ્ત્રના વચનોથી થાય છે, અને તેને જ આગમથી જાણ્યા પછી તેણે યુક્તિથી અને અનુભવથી વિવેકખ્યાતિકાળમાં સ્થિર કરેલ હોય છે. આમ છતાં તે યોગી હજુ સાધના માટે યત્ન કરે છે, ત્યાં પ્રશ્ન થાય કે જો તે યોગી પૂર્વ ચોપઇ-૪૮ માં કહ્યા મુજબ વિવેકખ્યાતિમાં જાણે છે કે પુરુષ કર્તા અને ભોક્તા નથી, તો પછી વિધિનિષેધરૂપ ક્રિયાઓ કેમ કરે છે ? તેના સમાધાનરૂપે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org