________________
છત્ત હૈં.....કૃતિ ||૧૬।। અને કહ્યું છે-વિશ્વની વૃત્તિ=૫૨લોકાર્થી, સ્વર્ગાદિ માટે જે યાગાદિમાં પ્રવૃત્તિ કરે છે, તે વિફળ નથી, દુઃખએકફળવાળી પણ નથી, દૃષ્ટલાભફળવાળી પણ નથી, આવા પ્રકારનો વિપ્રલંભ પણ નથી. ૧૬॥ ભાવાર્થ :
૩૧
અહીં ‘મહાજન’ શબ્દથી વિચારક બુદ્ધિમાનને ગ્રહણ કરેલ છે, અને જેઓ વિચા૨ક બુદ્ધિમાન છે, તેઓ આ લોકનાં તુચ્છ ભૌતિક સુખોને છોડીને પુણ્યના અર્થે તપ-ક્રિયાઓ કરે છે, કે જેથી તેમનો પરલોક સારો થાય અને ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ થાય. માટે વિચારક બુદ્ધિમાનોની ક્રિયા નિષ્ફળ નથી, કેમ કે બુદ્ધિમાન પુરુષ નિષ્ફળ કાર્યમાં પ્રવર્તે નહિ. માટે તેઓની પ્રવૃત્તિના ફળરૂપ પુણ્ય છે એમ અવશ્ય માનવું જોઈએ.
અહીં કોઈ કહે કે મહાજનની પ્રવૃત્તિનું ફળ લોકરંજન છે, પરંતુ મહાજન જે તપ-ક્રિયા કરે છે તે તપ-ક્રિયાનું અન્ય કોઈ પુણ્યરૂપ ફળ નથી. તેથી કહે છે કે લોકરંજન એ કોડી જેવું છે, અને મહાપ્રયત્નસાધ્ય એવી ક્રિયા એ રત્ન જેવી છે. વિચારક વ્યક્તિ રત્નને વેચીને કોડી માટે પ્રવર્તે નહિ, તેથી મહાજન ક્યારે પણ લોકરંજન માટે પ્રવૃત્તિ કરે નહિ.
આનાથી એ કહેવું છે કે, જેમ રત્ન બહુ મૂલ્યવાન છે, તેથી જ વિચારક વ્યક્તિ રત્નને વેચીને કોડી ગ્રહણ કરે નહિ; તેમ મહાજનને મહાપ્રયાસસાધ્ય ક્રિયાઓથી પુણ્યપ્રાપ્તિ દ્વારા સદ્ગતિની પરંપરાની પ્રાપ્તિ છે, અને અંતે મોક્ષ છે, એવો નિર્ણય હોય છે; તેથી જ તેવી ક્રિયાઓમાં મહાજન યત્ન કરે છે જો તે ક્રિયાઓનું લોકરંજનમાત્ર ફળ હોત તો તેવા તુચ્છફળ માટે આવી કષ્ટસાધ્ય ક્રિયાઓ તે કરે નહિ. માટે મહાજનની પ્રવૃત્તિથી પુણ્ય સ્વીકારવું જોઈએ.
અહીં કોઈને પ્રશ્ન થાય કે મહાજન પુણ્યાર્થે તપ-ક્રિયામાં યત્ન કરે છે તે ભૂલેલા છે. વાસ્તવિક રીતે તપ-ક્રિયાનું ફળ પુણ્ય છે તેવો નિર્ણય કોઈ રીતે થઈ શકતો નથી. તેથી તેના સમાધાનમાં કહે છે કે સર્વ(મહાજન) ભૂલે પણ નહિ.
આશય એ છે કે મહાજન એ બુદ્ધિમાન વિચારક છે. આમ છતાં, કોઈ એકાદ બુદ્ધિમાન વિચારક વ્યક્તિ ભૂલ કરે તેમ સંભવે, પરંતુ ઘણા વિચારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org