________________
પ૪ કાર્ય પેદા થાય છે, તેમ માનવું પડે. તેથી કારણક્ષણ અને કાર્યક્ષણ એકક્ષણમાં પ્રાપ્તથવારૂપ સાંકર્યની પ્રાપ્તિ થાય. ઉત્થાન :
અહીં બૌદ્ધ કહે કે દરેક ક્ષણ ભિન્ન ભિન્ન શક્તિવાળી છે, તેથી દરેક બંધક્ષણમાં ઉત્તરક્ષણનું કુર્વિદ્રુપત્ય છે, પરંતુ ઉત્તરક્ષણમાં જે શક્તિ છે તે પૂર્વેક્ષણમાં નથી; તેથી પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ બંનેની શક્તિ જુદી જુદી છે. ફક્ત પૂર્વેક્ષણમાં ઉત્તરક્ષણનું કુર્વિદ્રુપત છે, માટે કારણક્ષણ અને કાર્યક્ષણને એક સાથે માનીને સાંકર્યદોષની આપત્તિ આપવી યુક્ત નથી, પરંતુ દરેક ક્ષણમાં ભિન્ન ભિન્ન શક્તિ માનવી ઉચિત છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે –
અનુવાદ -
ક ....ફૂટી નળવી પારા-એક એક ક્ષણને ભિન્ન ભિન્ન શક્તિ માંહે ઘાતતાં મૂકતાં,નિર્ધાર ન થાય. તેથી આ સર્વ શક્તિની કલ્પના ખોટી જાણવી. ભાવાર્થ -
બૌદ્ધમત પ્રમાણે દરેક ક્ષણ ઉત્તર ઉત્તર ક્ષણને પેદા કરે છે, પરંતુ તે ક્ષણોમાં અનુગત કોઈ એક દ્રવ્ય તે સ્વીકારતો નથી. તેથી આ જ્ઞાનક્ષણે ઉત્તરની આ જ્ઞાનક્ષણને પેદા કરી છે તેવો નિર્ધાર થઈ શકતો નથી; અર્થાત્ દેવદત્તની જ્ઞાનક્ષણે ઉત્તરની દેવદત્તની જ્ઞાનક્ષણને પેદા કરેલ છે, પણ યજ્ઞદત્તની જ્ઞાનક્ષણને પેદા કરેલ નથી, તેવો નિર્ધાર થઈ શકતો નથી. કેમ કે દેવદત્તની જે જ્ઞાનક્ષણ છે, તેના પછી જેમ દેવદત્તની ઉત્તરક્ષણ છે તે જેમ જુદી છે, તેમ તાણવર્તી યજ્ઞદત્તની જ્ઞાનક્ષણ દેવદત્તની પૂર્વની જ્ઞાનક્ષણથી જુદી છે. તેથી પૂર્વની દેવદત્તની જ્ઞાનક્ષણે ઉત્તરની કઈ જ્ઞાનક્ષણને પેદા કરી છે તેવો નિર્ધાર થઈ શકે નહિ. કેમ કે દેવદત્તની પૂર્વની જ્ઞાનક્ષણ નાશ પામ્યા પછી ઉત્તરની દેવદત્તની જ્ઞાનક્ષણ અને યજ્ઞદત્તની જ્ઞાનક્ષણ એક કાળવર્તી છે, તે બંને ક્ષણોમાંથી કઈ જ્ઞાનક્ષણનું કુર્વિદ્રપર્વ દેવદત્તની પૂર્વેક્ષણમાં છે તેવો નિર્ધાર થઈ શકે નહિ. તે માટે એ સર્વ શક્તિકલ્પના જૂઠી જાણવી, એટલે કે પૂર્વની જ્ઞાનક્ષણમાં ઉત્તરની જ્ઞાનક્ષણનું કુર્વિદ્રપત્વ છે એ પ્રમાણે શક્તિની કલ્પના જૂઠી છે. અને સદશક્ષણનો જે આરંભ તે વાસના છે એમ કહીને બૌદ્ધ પૂર્વમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org