________________
૭૮
વિશેષાર્થ :
આત્માને નિત્ય માનવાથી સાધક આત્મા સાધના કરીને મોક્ષરૂપ ફળ મેળવે છે, કેમ કે તેને નિત્ય માનવાથી જ મોક્ષફળની પ્રાપ્તિનું કારણ જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાન થયા પછી તેને પ્રગટ કરવા માટે સુદઢ યત્નરૂપ ચારિત્ર તે જીવમાં પ્રગટ થાય છે. તેથી જેમાં સાધન પ્રગટ થયું તેમાં જ સાધ્ય પ્રાપ્તિ થાય છે, માટે ફળનો હેતુ સાથે સંબંધ આત્માને નિત્ય માનવાથી ઘટે છે. કેમ કે એક જ આત્મદ્રવ્યમાં સાધન પ્રગટ થયું અને તેનાથી સાધ્ય એવા મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થઈ. આ પ્રમાણેનો સમ્યગ્ વ્યવહાર આત્માને નિત્ય માનવાથી સંભવે છે.
જો આત્માને એકાંતે ક્ષણિક માનો તો બંધક્ષણ અને મોક્ષક્ષણ એ બે વચ્ચે અનુગત કોઈ એક વ્યક્તિ-દ્રવ્ય નથી, તેથી વિચારકની મોક્ષ માટે પ્રવૃત્તિ સંભવે નહિ. પરંતુ એક અવિચા૨ક એવા આંધળાએ પોતે ક્ષણિક છે તેમ જાણવા છતાં મોક્ષ માટે સાધના કરી, અને તે આંધળાની પ્રવૃત્તિ પાછળ બીજા જીવો પણ મોક્ષ માટે યત્ન કરતા થયા, તે સર્વ મોક્ષ માટેની પ્રવૃત્તિ અંધપરંપરારૂપ છે, તેમ માનવું પડે. Ilaall
અવતરણિકા :
અહીં બૌદ્ધ કહે કે આત્માને નિત્ય માનો તો રાગ અવશ્ય થશે, કેમ કે મારે મોક્ષ મેળવવો છે એવી ઈચ્છાથી જે કાંઈ પ્રવૃત્તિ આત્માને નિત્ય માનીને થાય છે તે રાગ વગર સંભવે નહિ, અને રાગ એ મોક્ષનું કારણ નથી. તેથી આત્માને નિત્ય માનવાથી રાગ થશે અને તે રાગને કારણે મોક્ષ માટે તે પ્રવૃત્તિ કરશે તો પણ મોક્ષ પામી શકશે નહિ, માટે આત્માને ક્ષણિક માનવો ઉચિત છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે
—
ચોપઈ :
रयणतणी परिं थाइ विशुद्ध, नित्य आतमा केवल बुद्ध ।
राग विना नवि प्रथम प्रवृत्ति, तो किम उत्तर हुइ निवृत्ति ? ।। ३१ । ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org