________________
૧૧૮
ભાવાર્થ:
આ સંસારનું અનાદિ મૂળ કારણ પ્રકૃતિ છે, અને તે પ્રકૃતિનું સ્વરૂપ સાંખ્યમતે સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણની સામ્યવસ્થા છે. જૈનમત પ્રમાણે જેને કર્મ કહીએ છીએ તેને જ સાંખ્ય પ્રકૃતિરૂપે કહે છે, અને તે પ્રકૃતિ જ સર્વપ્રપંચ કરે છે, અને તે પ્રકૃતિમાંથી મહતું તત્ત્વ પેદા થાય છે. તે બતાવતાં કહે છે – અનુવાદ :
સ્વપરિણામ.....ઘર છવું TI૪૬ /-સ્વપરિણામ=પ્રકૃતિનો પરિણામ= પ્રકૃતિનું કાર્ય, મહતુ તત્ત્વ છે બીજું નામ જેનું એવી તે સ્વચ્છ બુદ્ધિ છે. તેમાં=બુદ્ધિમાં, ચિત્માત્ર આત્મરૂપ પ્રતિબિંબ ધારણ કરે છે. આજકા ભાવાર્થ :
પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે જે સ્વચ્છ બુદ્ધિ છે, અને તેનું જ બીજું નામ મહતું તત્ત્વ છે, અને તે બુદ્ધિમાં ચિન્માત્ર આત્મરૂપ પ્રતિબિંબને પ્રકૃતિ ધારણ કરે છે. આ પ્રમાણે સાંખ્ય કહે છે. આવા
અવતરણિકા :
હવે બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડવાથી પ્રપંચ કેવી રીતે થાય છે, તે દૃષ્ટાંતથી બતાવે છે - ચોપાઇ -
जिम दरपण मुखि लालिम तास, बिंबचलननो होइ उल्लास ।
विषय-पुरुष-उपराग-निवेस, तिम बुद्धिं व्यापारावेश ।।४७।। ગાથાર્થ :
જેમ દર્પણમાં મુખ (દેખાય છે, અને તેની=મુખની, લાલિમ (દેખાય છે) (દર્પણના ચલનથી) બિંબચલનનો ઉલ્લાસ થાય છે અર્થાત્ બિંબ ચાલે છે તેવું ભાન થાય છે. તેમ બુદ્ધિમાં વિષયઉપરાગનિવેશ, પુરુષઉપરાગનિવેશ અને વ્યાપારાવેશ થાય છે. આજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org