________________
૯૧
अविकारी ब्रह्म सत्य छइंजे परिणामी ते असत्, जे अपरिणामी ते सत्, इम वेदांत कहइ, “कालवृत्त्यभावप्रतियोगित्वमसत्यत्वम्, तद्भिन्नत्वं सत्यत्वम्" । उक्तं च -
आदावन्ते च यन्नास्ति मध्येऽपि हि न तत् तथा । वितथैः सदृशाः सन्तो वितथा इव लक्षिताः ।।।
- (નૌડપાદરિવE-૬),રૂદા
અનુવાદ :
નિમ.....વા સત્ય કરું I- જેમ કટક-કેયૂર પ્રમુખ સુવર્ણના વિકાર છે, તે જૂઠા છે; તે=કટક વગેરે કાર્યપણે છે જેનાં એવું સુવર્ણ છે તે સાચું છે. તેમ જગજાળરૂપ વિકાર અર્થાત્ જગતમાં અનેક જીવો અને ઘટ-પટાદિ અનેક પદાર્થો એ જગજાળરૂપ બ્રહ્મના વિકારો જૂઠા છે, અને તે સર્વ વિકારોમાં અનુગત એવો અવિકારી બ્રહ્મ સત્ય છે. ભાવાર્થ :
વેદાંતમતે જગતમાં દેખાતા ઘટ-પટાદિ પદાર્થો અને અનેક જીવો તે સર્વ બ્રહ્મના વિવર્તી છે, જેમ સુવર્ણના કટક=કડા, કેયૂર બાજુબંધ, વગેરે વિવર્તે છે. અને સુવર્ણના કટક-કેયૂર પ્રમુખ વિવાઁ જેમ જૂઠા છે, અને તે સર્વમાં અનુગત એવું સુવર્ણ સાચું છે, તેમ આ સર્વ વિકારોમાં અનુગત એવું અવિકારી બ્રહ્મ તે સત્ય છે.
વેદાંત મત શુદ્ધ દ્રવ્યાસ્તિકનય ઉપર ચાલનાર છે. તેથી તે કહે છે કે, જે ત્રિકાળવર્તી હોય તે જ સત્ય હોય; જે પહેલાં ન હોય તે પાછળથી ક્યાંથી આવે ? અને જે હોય તે ચાલ્યું કઈ રીતે જાય ? માટે જે હોય તે સદા પોતાનું અસ્તિત્વ ધરાવે છે, અને જે વાસ્તવિક નથી તે ક્યારેક ઊંઘમાં દેખાતા પદાર્થની જેમ દેખાય છે, પણ ત્રિકાળવર્તી હોતું નથી. તેથી સુવર્ણના કટકાદિ કાર્યો જેમ મિથ્યા છે, તેમ બ્રહ્મના વિવર્તારૂપ આ જગત મિથ્યા છે, અને અવિકારી એવું બ્રહ્મ સત્ય છે. ઉત્થાન :
સ્વસિદ્ધાંતનો સાર સ્થાપન કરતાં વેદાંતી કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org