________________
૧૧૦
તિદi..... માસિવ માત્ર નાગવું, - વેદાતમતથી અન્ય એવા નૈયાયિકાદિવાસનાથી પ્રપંચનું પારમાર્થિકપણું જણાતું હતું, તે વેદાંતશ્રવણ પછી ટળે છે. તેથી વેદાંતશાસ્ત્રના પરમાર્થને જાણીને જે વ્યક્તિ જાણે છે કે જગતમાં “વ્રા સત્ય નાન્નિશ્મા“= “બ્રહ્મ સત્ય છે અને આખું જગત મિથ્યા છે, તેવા યોગીને, આ જગત અનેક જીવાત્મક અને ઘટ-પટાદિ અનેક પદાર્થાત્મક દેખાય છે, પરંતુ તે જાણે છે કે પારમાર્થિક રીતે બ્રહ્મ સિવાય જગતમાં કાંઈ નથી. આમ છતાં જે મને દેખાય છે તે વ્યાવહારિક જગત છે, પારમાર્થિક તો બ્રહ્મ એક જ છે, બ્રહ્મ સિવાય જગતમાં કાંઈ નથી. આવો યોગી વેદાંતશાસ્ત્રના શ્રવણથી જ્યારે બ્રહ્મનું જ્ઞાન કરે છે, ત્યાર પછી તેનું મનન કરે છે અને ત્યાર પછી નિદિધ્યાસન કરે છે=શુદ્ધ બ્રહ્મનું ધ્યાન કરે છે; અને તે ધ્યાનથી જ્યારે તત્ત્વજ્ઞાન પ્રગટે છે, તે વખતે પ્રપંચ વ્યાવહારિક પણ તેને જણાતો નથી, પરંતુ બાધિત અનુવૃત્તિવાળો આભાસિકમાત્ર જણાય છે. ભાવાર્થ :
વેદાંતશાસ્ત્રના શ્રવણ પછી યોગીને આખો પ્રપંચ વ્યાવહારિક દેખાય છે ત્યારે તે પ્રપંચના સંશ્લેષવાળો હોય છે, = સંસારવર્તી પદાર્થો સાથે રાગ-દ્વેષના પરિણામવાળો હોય છે, અને તે સંશ્લેષ દૂર કરવા માટે જ તે શુદ્ધ બ્રહ્મનું મનન અને નિદિધ્યાસન કરે છે; અને જ્યારે તત્ત્વજ્ઞાન પ્રગટે છે ત્યારે તે સિદ્ધયોગી બને છે. અને તે વખતે આ જગતના પદાર્થો સાથે કોઈ સંશ્લેષ=રાગ-દ્વેષનો પરિણામ, તેને વર્તતો નથી, તેથી હવે તેને જગત વ્યાવહારિકરૂપે ભાસતું નથી. આમ છતાં, ચક્ષુથી અનેક જીવો અને ઘટ-પટાદિ અનેક પદાર્થો તેને દેખાય છે, તે સર્વને તે સાક્ષીરૂપે જ જુએ છે. તેથી સંશ્લેષ વગરના યોગીને આ જગત વ્યાવહારિકરૂપે દેખાતું નથી, પરંતુ આભાસિકમાત્ર દેખાય છે.
અહીં “બાધિત અનુવૃત્તિવાળો આભાસિકમાત્ર દેખાય છે.' એમ કહ્યું એનાથી એ કહેવું છે કે – જેમ ચિત્રમાં નિમ્ન-ઉન્નતભાવો દેખાય છે, અને અનુભવથી તે ચિત્ર નિમ્ન-ઉન્નતભાવ વગરનું સપાટ છે તેમ જણાય છે; તેથી ત્યાં નિમ્ન-ઉન્નતભાવો બાધિત છે તેમ પણ જણાય છે, અને ચક્ષુથી નિમ્ન-ઉન્નતભાવો દેખાય પણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ચિત્રમાં નિમ્ન-ઉન્નતભાવો બાધિત છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org