________________
૧૧૧
પ્રકારે બાધિત અનુવૃત્તિથી સહિત ચિત્રમાં આભાસિકમાત્ર નિમ્ન-ઉન્નતભાવો છે. એ રીતે પ્રસ્તુતમાં શુદ્ધ બ્રહ્મને છોડીને અન્ય કોઈ વસ્તુ જગતમાં નથી એમ તત્ત્વજ્ઞાનથી યોગી જાણે છે. તેથી દેખાતા અનેક પદાર્થો વાસ્તવિક નથી, પણ બાધિત છે તેમ તત્ત્વજ્ઞાનીને દેખાય છે. અને તે બાધિતની અનુવૃત્તિ સહિત પુરોવર્તી અનેક પદાર્થો આભાસિકમાત્રરૂપે સિદ્ધયોગીને જણાય છે. તેથી જ તે સિદ્ધયોગી આ દેખાતા પદાર્થોમાં સંશ્લેષ પામતા નથી, અને સાક્ષીભાવે જગતને જુએ છે.
અનુવાદ :
વિવેદવત્યડું.....દુરૂ ર૪૬, = તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયા પછી તે યોગી જ્યારે દેહનો ત્યાગ કરે છે, ત્યારે વિદેહકૈવલ્ય અવસ્થાને પામે છે, ત્યારે પ્રપંચનું જ્ઞાનમાત્ર જ ટળી જાય છે. અને તેવો યોગી નિષ્પ્રપંચ એવો ચૈતન્યમાત્ર થઈને રહે છે, જે અવસ્થા બ્રહ્મમાં લયસ્વરૂપ છે. બ્રહ્મમાં લય પામ્યા પછી આ જગત તેને દેખાતું જ નથી. જેમ ઊંઘમાંથી જાગ્યા પછી સ્વપ્નમાં દેખાયેલા પદાર્થો જે ખરેખર વાસ્તવિક નથી, તેથી જાગ્યા પછી તે દેખાતા નથી; તે જ રીતે ઊંઘરૂપ સંસારાવસ્થામાં જે આ પદાર્થો પારમાર્થિક, વ્યાવહારિક કે આભાસિકરૂપે દેખાતા હતા, તે સર્વે બ્રહ્મમાં લય થયા પછી દેખાતા નથી. તેથી જ વેધંતમતે બ્રહ્મ સત્ય છે અને ઊંઘમાં દેખાતા પદાર્થ જેવું આ જગત મિથ્યા છે.
તસ્યામિધ્યાનાર્.....શ્રુતિઃ ||૪રૂ|| - અભિધ્યાનથી, યોજનથી અને તત્ત્વભાવથી=વિદેહ કૈવલ્યથી, તેને=જીવને, અંતે વિશ્વમાયાની અત્યંત નિવૃત્તિ થાય છે, એ પ્રમાણે શ્રુતિ છે. II૪૩
વિશેષાર્થ :
કોઈ જીવ તત્ત્વની જિજ્ઞાસાથી વેદાંતદર્શનને સાંભળવા માટે આવેલો હોય તો તેને પ્રથમ શુદ્ઘબ્રહ્મનું કથન ક૨વાનો વેદાંતશાસ્ત્રમાં નિષેધ છે, પરંતુ તેને યમનિયમાદિરૂપ વેદાંતશાસ્ત્ર કહે છે. જ્યારે તત્ત્વનો અર્થી જીવ યમ-નિયમાદિમાં સંપન્ન થાય છે, ત્યાર પછી વેદાંતશાસ્ત્રનો પરમાર્થ બતાવવા અર્થે તેને શુદ્ધબ્રહ્મનું સ્વરૂપ બતાવવામાં આવે છે. જ્યારે તે વેદાંતશાસ્ત્રથી શુદ્ધબ્રહ્મને જાણે છે તે અવસ્થા “અભિમુખ ધ્યાનરૂપ” છે. જ્યારે તે શ્રવણ પછી તેનું મનન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org