________________
૧૧૩
અનુવાદ -
- તત્ત્વજ્ઞાની.....છરીનું કામ નથી | - વેદાંતશ્રવણ પછી મનન અને નિદિધ્યાસન દ્વારા તત્ત્વજ્ઞાન પ્રગટે છે, અને તેવો તત્ત્વજ્ઞાની સંચિતકર્મને જ્ઞાનથી બાળીને પ્રારબ્ધમાત્ર ભોગની પ્રતીક્ષા કરતો=પ્રારબ્ધમાત્રથી પ્રાપ્ત એવા ભોગોને દ્રષ્ટાભાવથી જોતો, જીવન્મુક્ત થયેલો તે પોતાના આત્માનું તેજ પામેલો છે. તેને ધર્મકરણીનું કામ નથી. ભાવાર્થ :
આશય એ છે કે આવો તત્ત્વજ્ઞાની ભૂતકાળનાં સંચિતકર્મને બાળે છે, અને ભૂતકાળનાં બંધાયેલાં કર્મો જે ઉદયમાં આવી રહ્યાં છે, તેને ભોગવે છે; પરંતુ તેમાં લેપાતો નથી, કેવલ સાક્ષીભાવથી તેને ભોગવે છે. તેથી સર્વકર્મથી મુક્ત નહિ હોવા છતાં દેહધારી મુક્ત છે, કેમ કે ભાવથી નિર્લેપ છે. અને તેવો યોગી નિર્લેપદશારૂપ તેજને પામેલો છે, તેને કર્મનાશ માટે ધર્મ કરવાનું કામ નથી.
તત્ત્વજ્ઞાનીનાં ભૂતકાળમાં બંધાયેલ કર્મ ઉદયમાં વર્તે છે, તેનાથી જ તેની આહારાદિમાં પ્રવૃત્તિ હોય છે, સ્વયં તેમાં જોડાતો નથી, તેથી પ્રારબ્ધમાત્રથી તેની ભોગની પ્રવૃત્તિ છે. અને તે ભોગની દ્રષ્ટાભાવથી પ્રતીક્ષા કરે છે, પણ ભોગ સાથે સંશ્લેષથી પ્રવૃત્તિ કરતો નથી, તે બતાવવા માટે, પ્રારબ્ધમાત્ર ભોગની પ્રતીક્ષા કરતો જીવન્મુક્ત છે, તેમ કહેલ છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે તો પછી ધર્મ માટે પ્રવૃત્તિની કોને જરૂર છે ? તેથી કહે છે -
અનુવાદ :નિદાંતાં.....
વિસામો કરું, = જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી ધર્મની ક્રિયા છે, અર્થાત્ જ્યાં સુધી હું કર્મથી બંધાયેલો છું એ પ્રકારનું અજ્ઞાન છે, ત્યાં સુધી કર્મનાશના અર્થે તપાદિમાં યોગીની પ્રવૃત્તિ છે. અને જ્યારે નિદિધ્યાસનથી વિદ્યા પ્રગટે છે, ત્યારે હું શુદ્ધ બ્રહ્મરૂપ છું એ પ્રકારનો તત્ત્વસાક્ષાત્કાર થાય છે, ત્યારે તપાદિમાં પ્રવૃત્તિરૂપ બાહ્ય ક્રિયા વિશ્રાંત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org