________________
૧૦૭
છોડી દેતા નથી. તો શું કરે છે ? એ પ્રશ્ન થાય, તેથી બતાવે છે -
- ચૈતન્યમાત્ર અગાધ તેઓમાં વર્તે છેઃનિસ્તરંગ ચેતનાદિ વિલાસમાત્ર તેઓમાં છે. ભાવાર્થ :
આશય એ છે કે સર્વ પ્રકારના વિકલ્પોરૂપ તરંગો શાંત થઈ જાય છે તેથી, તરંગ વગરની ચેતનાદિમાં વિલાસ કરવારૂપ અવસ્થા ત્યાં છે, અને તે દશામાં સિદ્ધયોગી એવા સાધુ કોઈ પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ તેના દેહથી જે કાંઈ પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિના તેઓ સાક્ષી છે.
૯ વેતનાલિવિનાસમાત્ર અહીં “ચેતનાદિ માં “કારિ’ પદથી સુખમાં - વિલાસમાત્ર છે, તે ગ્રહણ કરવાનું છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે સિદ્ધયોગી પ્રવૃત્તિ કરતા નથી અને નિવૃત્તિ કરતા નથી, ત્યાં પ્રશ્ન થાય કે જો પ્રવૃત્તિ કરતા ન હોય તો નિવૃત્તિ જ હોય, અને નિવૃત્તિ કરતા ન હોય તો પ્રવૃત્તિ જ પ્રાપ્ત થાય. તેનું સમાધાન એ છે કે, પ્રથમ તેઓ કર્મબંધના વિયોગ અર્થે પ્રવૃત્તિ કરતા નથી, આમ છતાં હજુ તે સાધુઓ દેહધારી છે, તેથી દેહકૃત જે કાંઈ પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિઓ કઈ રીતે તેઓ કરે છે, તે બતાવતાં કહે છે – અનુવાદ -
તે તારૂં..... સાથી છ | - તે દશામાં=સિદ્ધયોગી દશામાં, સાક્ષીભાવે તેઓ પ્રવૃત્તિ કરે છે, તેથી પ્રથમ બંધના વિયોગના અભિલાષથી પ્રવૃત્તિ હતી તેવી પ્રવૃત્તિ હવે નથી. અને હવે જે સાધુની પ્રવૃત્તિ છે તે સાક્ષીભાવે પ્રવૃત્તિ છે, તેથી પ્રવૃત્તિની નિવૃત્તિ નથી તેમ કહેલ છે.
આનાથી એ ફલિત થયું કે પ્રવૃત્તિ નથી એટલે અભિલાષથી પ્રવૃત્તિ નથી, અને નિવૃત્તિ નથી એટલે અભિલાષથી થતી પ્રવૃત્તિની નિવૃત્તિ હોવા છતાં સાક્ષીભાવથી પ્રવૃત્તિ છે, માટે નિવૃત્તિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org