________________
૭૯ ગાથાર્થ :
નિત્ય આત્મા કેવલજ્ઞાનથી બુદ્ધ થઈને રત્નની જેમ વિશુદ્ધ થાય. (અને) દુઃખલયની પ્રથમ પ્રવૃત્તિ રાગ વગર થાય નહિ, તો ઉત્તરમાં દુઃખની નિવૃત્તિ કેમ થાય? અર્થાત્ ન થાય. l૩૧ાા બાલાવબોધઃ. नित्य आत्मा मानिइं तिवारइं ज प्रथम अशुद्ध हुतो ते केवलज्ञानइं विबुद्ध थई शुद्ध थाइं, जिम रत्न पहिला अशुद्ध होइ ते उपायथी पछई शुद्ध होइ, आत्मा नित्य छइ ते उपरि राग होइ तो ज धर्मार्थीनई दुःखक्षयनइं अर्थि पहिला प्रवृत्ति होइ, ते न होइ तो निवृत्ति पछइ किहांथी होइ ? ।।३१।। અનુવાદ
નિત્ય આત્મા....શુદ્ધ દોડ્ડા' - આત્માને નિત્ય માનીએ ત્યારે જ (આ સંગત થાય) પ્રથમ આત્મા અશુદ્ધ હતો તે કેવલજ્ઞાનથી વિબુધ બોધવાળો, થઈ શુદ્ધ થાય છે. જેમ રત્ન પહેલાં અશુદ્ધ હોય તે શુદ્ધિના ઉપાયથી પછી શુદ્ધ થાય છે. ભાવાર્થ :
પદાર્થને એકાંત ક્ષણિક માનવામાં આવે તો જે અશુદ્ધ આત્મા છે તે અશુદ્ધરૂપે જ રહીને નાશ પામે છે, તેથી જ્યારે આત્મા સાધના કરીને શુદ્ધ બને છે ત્યારે અશુદ્ધ આત્મા તે સાધનાથી શુદ્ધ થયો છે તેમ કહી શકાય નહિ; પરંતુ નવો જે આત્મા ઉત્પન્ન થયો છે તે શુદ્ધ જ ઉત્પન્ન થયો છે તેમ માનવું પડે. જ્યારે આત્માને નિત્ય માનીએ તો સંસાર અવસ્થામાં જે આત્મા અશુદ્ધ હતો, તે જ યોગની સાધના કરીને કેવલજ્ઞાન પામે છે; અને કેવલજ્ઞાનથી વિબુધ બોધવાળો થયા પછી યોગનિરોધરૂપ સ્વપ્રયત્ન કરીને સર્વકર્મનો ક્ષય કરે છે ત્યારે શુદ્ધ થાય છે, તેમ કહી શકાય. તેથી નિત્ય આત્મા સ્વીકારવાથી ફળનો હેતુ સાથે સંબંધ છે તેમ માની શકાય. જ્યારે ક્ષણિકવાદમાં ફળનો હેતુ સાથે સંબંધ છે તેમ સિદ્ધ થાય નહિ.
આત્માને નિત્ય સ્વીકારવાથી પ્રથમ અશુદ્ધ આત્મા હતો તે શુદ્ધ થાય છે તે વાત દૃષ્ટાંતથી બતાવે છે - જેમ રત્ન પહેલાં અશુદ્ધ હોય છે અને તેને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org