________________
અનુવાદ : -
45 વેવાતી.....કમાન છટ્ટ 1- એક વેદાંતી અને બીજો સાંખ્ય એ બે વાદી કહે છે કે આત્મા કર્તા નથી, તથા આત્મા મુખ્ય ભોક્તા નથી=ઉપચરિત ભોક્તા છે. તે બેમાંથી પ્રથમ વાદી એવો વેદાંતી કહે છે – દગમાત્ર=જ્ઞાનમાત્ર, પ્રમાણ છે.
તેમાં તે યુક્તિ આપે છે –
સવારી.....અનંત છઠું - સર્વ વાદી જ્ઞાનને માને છે, તેથી જ્ઞાન પ્રમાણ છે, અર્થાત્ જ્ઞાન નામનો પદાર્થ જગતમાં છે તે વાસ્તવિક છે. અને તે જ્ઞાન દરેક વ્યક્તિનાં જુદાં જુદાં માનીએ તો અનંત જ્ઞાન માનવાં પડે, તેથી ગૌરવ થાય. માટે લાઘવથી તે જ્ઞાન એક છે, અને તે જ્ઞાન અનાદિ-અનંત છે. ભાવાર્થ :
વેદાંતીમતે એ પ્રાપ્ત થયું કે, એક બ્રહ્મ સત્ય છે, આખું જગત મિથ્યા છે, અને તે બ્રહ્મ અનાદિ-અનંત એક છે, અને તે બ્રહ્મ જ્ઞાનસ્વરૂપ છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે જો જ્ઞાન એક હોય તો ભેદાદિનો પ્રતિભાસ થાય છે, તે કેવી રીતે સંગત થાય ? તેથી કહે છે –
અનુવાદ :
મેતારિતિમાસ...પ્રપંચ છ Iીરૂ૪ - જ્ઞાનમાં ભેદાદિનો પ્રતિભાસ ચિત્તઉપાધિવિષયક છે. તે જ્ઞાનની ઉપાધિથી વિશ્વભેદનું મંડાણ છે. વળી આત્મા અને આત્મીય અધ્યાસરૂપ સર્વ પ્રપંચ છે. ll૩૪
• અહીં મેતર માં “ગારિ’ શબ્દથી ઘટ-પટાદિ પદાર્થોનો પ્રતિભાસ ગ્રહણ કરવાનો છે. ભાવાર્થ :- .
પરમાર્થથી એક બ્રહ્મસ્વરૂપ જ્ઞાન છે, અનેક જ્ઞાનો નથી. તો પણ ભિન્ન ભિન્ન ચિત્તઉપાધિને કારણે જ્ઞાનમાં ભેદનો પ્રતિભાસ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org