________________
૮૫ યથાર્થ સ્વરૂપમાં તેઓ મોહ પામેલા હોવાથી તેઓની સાધનાની પ્રવૃત્તિ મોહગર્ભિત છે, તેથી તેઓની સાધના સમ્યફ ફળવાળી બને નહિ. ૩૩
આ રીતે અનિત્યવાદનું ખંડન પૂરું થયું. મિથ્યાત્વનું ત્રીજું સ્થાન “જીવ કર્તા નથી અને ભોક્તા નથી” તેનું વર્ણન -
અવતરણિકા :
આત્મા કર્મનો કર્તા અને ભોક્તા છે, એ રૂપ ત્રીજું સ્થાન બતાવવા અર્થે આત્માને કર્તા અને ભોક્તા નહિ માનનાર મતને બતાવે છે –
ચોપાઇ :
'एक वेदंती बीजो संख्य, कहइ करता भोगता नहि मुख्य ।
प्रथम कहइ दृगमात्र प्रमाण, तास उपाधि भेद मंडाण ।।३४।। ગાથાર્થ :
એક વેદાંતી અને બીજો સાંખ્ય કહે છે કે આત્મા કર્તા નથી અને મુખ્ય ભોક્તા નથી. તેમાં પ્રથમ વેદાંતી કહે છે કે દગમાત્ર પ્રમાણ છે. તેની ઉપાધિ=દગની ઉપાધિ, (વિશ્વના) ભેદનું મંડાણ છે. ll૩૪ બાલાવબોધ :
एक वेदांती बीजो सांख्य, ए बे वादी कहई जे-आत्मा कर्ता तथा मुख्य भोक्ता नथी । तेहमांहि प्रथमवादी वेदांती कहइ जे-दृगमात्र-ज्ञानमात्र प्रमाण छइ, सर्व वादी ज्ञान मानइं ज लाघवथी ते एक छइ, अनादि-अनंत छइ, भेदादिप्रतिभास चित्तोपाधिविषयक छइ ते ज्ञाननी उपाधिई विश्वभेद, मंडाण छइ, आत्मात्मीयाध्यासरूप सर्व प्रपंच छइ ।।३४।।
૦ ગુર્જર સાહિત્યસંગ્રહ ભાગ-૧ માં ગાથા-૩૪ પછી એક ગાથા વધારે છે. તે આ પ્રમાણે -
(नित्य आतमा मानो एम, योगमार्गमां पामो खेम । कर्ता भोक्ता भा हवे, ते न रुचे जे जूटुं लवे)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org