________________
૮૦
શુદ્ધિના ઉપાયથી શુદ્ધ કરવામાં આવે છે ત્યારે, પ્રથમ જે અશુદ્ધ રન હતું તે જ શુદ્ધ બને છે, આ વાત તે રત્નને નિત્ય સ્વીકારવાથી સંગત થાય. તેમ આત્માને નિત્ય સ્વીકારવાથી સાધનાથી શુદ્ધ થાય, તે વાત સંગત થાય છે. ઉત્થાન :
અહીં શંકા થાય કે ફળનો હેતુ સાથે સંબંધ સ્વીકારવા માટે આત્માને નિત્ય માનવાથી આત્મા ઉપર રાગ થશે, તેથી આત્મા ક્યારેય પણ શુદ્ધ બની શકશે નહિ. કેમ કે રાગ આત્માને મલિન કરનાર છે અને આત્માને મલિન કરનાર એવો રાગ આત્માની શુદ્ધિ કરી શકે નહિ, આ પ્રકારની બૌદ્ધની માન્યતાનું નિરાકરણ કરતાં કહે છે - અનુવાદ :
માત્મા નિત્ય....દોફ? આરૂTI-આત્મા નિત્ય છે તે ઉપર રાગ થાય તો જ ધર્માર્થીની દુ:ખક્ષય માટે પહેલાં પ્રવૃત્તિ થાય, અને જો તે પ્રવૃત્તિ ન થાય તો દુઃખની નિવૃત્તિ પાછળથી ક્યાંથી થાય ? li૩ના ભાવાર્થ :
શાસ્ત્રથી અને યુક્તિથી આત્મા નિત્ય છે એમ જ્યારે જીવ જાણે ત્યારે તેને નિત્ય એવા આત્મા ઉપર રાગ થાય છે. તેથી અનિત્ય એવા સંસારના પદાર્થો પ્રત્યે રાગને છોડીને નિત્ય એવા આત્માના હિત અર્થે તે પ્રવૃત્તિ કરે છે ત્યારે, તેને આખો સંસાર જન્મ-જરા-મૃત્યુ આદિ દુઃખમય દેખાય છે; અને તે દુઃખના ક્ષય માટે અને નિત્ય એવા આત્માના સુખ માટે તે પ્રવૃત્તિ કરે છે. પ્રારંભકાળમાં નિત્ય એવા મારા આત્માને મારે દુઃખમાંથી મુક્ત કરવો છે, એવા પ્રકારના વિકલ્પાત્મક રાગથી તે પ્રવૃત્તિ કરે છે, અને પછી જ્યારે તે ભૂમિકાસંપન્ન થાય છે ત્યારે, પોતાના આત્માનો નિર્વિકલ્પ સ્વભાવ છે તે જ ખરેખર મારે પ્રગટ કરવો છે; કેમ કે નિર્વિકલ્પ સ્વભાવમાં કર્મબંધ નથી, તેથી સંસાર નથી એમ તે જાણે છે, તેથી નિર્વિકલ્પ સ્વભાવ પ્રત્યે તેને રાગ થાય છે, અને તે રાગથી નિર્વિકલ્પ સ્વભાવને પ્રગટ કરવા માટે ક્રમે કરીને ધ્યાનમાં તે પ્રવૃત્તિ કરે છે. અને ધ્યાનના બળથી નિર્વિકલ્પ સ્વભાવરૂપ સમતાભાવમાં આવે છે ત્યારે તેને વિકલ્પાત્મક રાગ પણ હોતો નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org