________________
અર્થાત્ મારે નિર્વિકલ્પ સ્વભાવ પ્રગટ કરવો છે, તેવો વિકલ્પાત્મક રાગ પણ તેને નથી. પરંતુ અપ્રમત્તમુનિને દસમા ગુણસ્થાનક સુધી જે સૂક્ષ્મ રાગ છે તે સર્વ નિર્વિકલ્પ સ્વભાવના અતિશય કરવા તરફ જ યત્ન કરાવે છે. તેથી દસમા ગુણસ્થાનક સુધી જે કાંઈ સૂમ રાગ છે, તે સર્વ પોતાના નિર્વિકલ્પ સ્વભાવના પ્રકર્ષ અર્થે યત્ન કરાવીને વીતરાગ ભાવમાં નિષ્ઠાને પામે છે, ત્યારે સંપૂર્ણ રાગરહિત થવાથી કેવલજ્ઞાન પ્રગટે છે. તેથી ક્રમે કરીને સર્વકર્મરૂપ દુઃખના ક્ષયની પ્રાપ્તિ થાય છે. તેથી પ્રથમ દુઃખક્ષયની પ્રવૃત્તિ આત્માના રાગથી થાય છે, ત્યારે અંતે દુઃખની નિવૃત્તિ થાય છે. ll૩૧ાા
અવતરણિકા :
પૂર્વે ગાથા-૩૧ માં સ્થાપન કર્યું કે આત્મા નિત્ય છે એમ માનીએ તો જ ધર્માર્થીની રાગથી પ્રવૃત્તિ થઈ શકે. ત્યાં કોઈને શંકા થાય કે જો આત્મા નિત્ય હોય તો અવસ્થાંતરની પ્રાપ્તિ સંભવે નહિ, તેથી સાધના માટે પ્રવૃત્તિ કઈ રીતે થઈ શકે ? તેના નિરાકરણરૂપે કહે છે –
ચોપાઇ :
छांडीजे भवबीज अनंत, ज्ञान अनंत लहीजइ तंत ।
पणि नवि ओछो अधिको भाव, नित्य आतमा मुक्तस्वभाव ।।३२।। ગાથાર્થ :
સાધના કરીએ ત્યારે અનંત ભવબીજ છોડીએ છીએ, અને અનંત તંત= પરમાર્થજ્ઞાનપર્યાય, પ્રાપ્ત કરીએ છીએ. તો પણ મુક્તસ્વભાવવાળા નિત્ય આત્મામાં અધિક-ઓછો ભાવ નથી. (આથી નિત્ય આત્મા સ્વીકારવામાં સાધનાની અસંગતિ નથી.) ૩રા બાલાવબોધ :
नित्य आत्मा मानइं तो ज आविर्भाव-तिरोभावरूपइ सर्व पर्याय मिलई, ते कहइ छड्-भवनां बीज रागद्वेषादि अनंत छांडिइं छइं, तंत परमार्थज्ञानपर्याय अनंत लहीइं छइं,.पणि आत्मानो भाव एकई अंशइं ओछो अधिको नथी, अनंत
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org