________________
૭૭
પેદા કરેલ, તે રાગસંસ્કારો સામ્યસંસ્કારના કારણે ક્રમે કરીને નાશ પામે છે. આથી જ આત્મજ્ઞાની પુરુષ જેમ જેમ સામ્યસંસ્કારોનો અતિશય કરે છે, તેમ તેમ રાગસંસ્કારો ક્ષીણ થતા જાય છે; અને જ્યારે સામ્યસંસ્કારો નિષ્ઠાને પામે છે, ત્યારે રાગસંસ્કારોનો સર્વથા નાશ થાય છે. અને રાગસંસ્કારોનો સર્વથા નાશ થવાથી તે આત્મજ્ઞાની પુરુષ સંપૂર્ણ રામસંસ્કાર વગરનો થવાથી વીતરાગભાવને પામે છે.
ઉત્થાન :
આ રીતે આત્માને નિત્ય માનવા છતાં પણ રાગ-દ્વેષનો અભાવ થઈ શકે છે, તે સ્થાપન કરીને, આત્માને નિત્ય ન માનીએ તો શું દોષ આવે તે બતાવતાં કહે છે -
અનુવાદ :
માત્માનવું.....અંધપરંપરાડું થોડું TીરૂTી- આત્માને નિત્ય માનીએ તો ફળ મોક્ષ અને તેનો હેતુ આત્મજ્ઞાન અને આત્મજ્ઞાન પ્રમાણે સંયમમાં યત્નરૂપ ચારિત્ર વગેરેનો એકદ્રવ્યસંબંધ સંભવે. એમ ન માનીએ તો બંધ-મોક્ષક્ષણના સંબંધ વગર સર્વત્ર પ્રવૃત્તિ અંધપરંપરાથી થાય.li૩ના ભાવાર્થ :
આત્માને નિત્ય માનીએ તો મોક્ષરૂપ ફળ અને તેના હેતુભૂત આત્મજ્ઞાન અને આત્મજ્ઞાન પ્રમાણે સંયમમાં યત્નરૂપ ચારિત્ર વગેરેનો એકદ્રવ્યસંબંધ ઘટી શકે. અને આત્માને નિત્ય ન માનીએ તો અને ક્ષણિક માનીએ તો, બંધક્ષણ અને મોક્ષક્ષણનો એક દ્રવ્યના આધેયરૂપે સંબંધ થઈ શકે નહિ. અને તેવો સંબંધ ન હોય છતાં પદાર્થને ક્ષણિક માનીને જે યોગીઓ મોક્ષ માટે પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પ્રવૃત્તિ અંધપરંપરારૂપ થાય; અને સંસારીજીવો જે ભવિષ્યના સુખ માટે યત્ન કરે છે તે સર્વ પ્રવૃત્તિ પણ અંધપરંપરા થાય. તેથી સર્વત્ર જે પ્રવૃત્તિ થાય છે તે આગામી સુખ માટે થાય છે, અને પદાર્થને ક્ષણિક માનવાથી આગામી સુખ માટે થનારી સર્વ પ્રવૃત્તિ અંધપરંપરારૂપ થાય.
s-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org