________________
પક
નિમિત્તકારણતા, હોવા છતાં ક્ષણનો ભેદ થતો નથી, તેમ બોદ્ધ પણ માને છે. તે જ રીતે એક જ દ્રવ્યમાં પૂર્વપર્યાય અને અપરપર્યાયનો ભેદ હોવા છતાં દ્રવ્યનો ભેદ થતો નથી, તેથી પ્રતિક્ષણ જ્ઞાનક્ષણો જુદી હોવા છતાં નિત્ય એક આત્મદ્રવ્ય સ્વીકારવામાં કોઈ વાંધો નથી. માટે ગ્રંથકાર બૌદ્ધને કહે છે કે, પદાર્થને વાસ્તવિક વિચાર્યા વગર સ્વમતના ગ્રહનો ખેદ=સ્વમતના આગ્રહરૂપ ખેદ, છોડી દઈને એક નિત્ય આત્માનો સ્વીકાર કરો. રિયા અવતરણિકા –
ગાથા-૨૧ થી ૨૩ સુધી આત્મા ક્ષણિક સ્વીકારીએ તો બંધ-મોક્ષ ઘટે નહિ તેનું સ્થાપન કરીને, હવે આત્માને શણજ્ઞાનરૂપ માનીએ તો મોક્ષનાં કારણભૂત અહિંસાદિ અને તેનાથી વિપરીત હિંસાદિ ઘટે નહિ, તે બતાવતાં કહે છે – ચોપાઈ :
जो क्षणनाशतणो तुझ धंध, तो हिंसाथी कुणनि बंध । विसदृशक्षणनो जेह निमित्त, हिंसक तो तुझ मनि अपवित्त ।।२४।। ગાથાર્થ :
જો ક્ષણનાશનો તને આગ્રહ છે તો હિંસાથી કોને બંધ થાય? અર્થાત્ કોઈને ન થાય. અને હિંસાની સંગતિ કરવા માટે બૌદ્ધ કહે છે કે વિસદશક્ષણનો જે નિમિત્ત તે હિંસક, તો ગ્રંથકાર કહે છે કે તારું મન પણ (હિંસાથી) અપવિત્ર થયું. ૨૪ બાલાવબોધ -
वली क्षणनाशी वस्तु मानइं छइ तिहां दोष कहइ छई - जो क्षणनाशनो धंध तुझनइं लागो छई तो हिंसाथी बंध कुणनइं थाइ ? क्षणक्षणइं जीव नाश पामई छई तो हिंसा कुणनी कहथी होइ ? तिवारइं 'हिंसाथी पाप' बुद्धई कहिउं ते किम मिलई ? हिंसा विना अहिंसा किहां ? तेह विना सत्यादि व्रत किहां ? जे माटिं सत्यादिक अहिंसानी वाडिरूप कहिया छइ, इम सर्व लोप थाइ । जो इम कहस्यो ‘मृग मारिओ तिवारई मृगनो सदृश क्षणारंभ टल्यो विसदृश क्षणारंभ थयो, तेहy निमित्तकारण
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org