________________
૧૭ મનુષ્યને મારવાનો અધ્યવસાય નથી; તેથી તે પિંડનો પરિણામ શુદ્ધ થયો, અને તેનાથી બુદ્ધને પારણું કોઈ કરાવીને પોષે તો સૂઝે=કલ્પ.
૩ ૨....!રિદ્રા અને કહ્યું છે કે – શોભન એવો પિન્નાગપિંડ= ખલપિંડ છે, એમ માનીને કેટલાક પુરુષને અથવા તો કુમારને શૂલમાં વીંધીને અગ્નિમાં આરોહણ કરીને પકવે છે, તે બુદ્ધને પારણામાં કહ્યું છે. રા ભાવાર્થ :
ખલપિંડ ઉપર વસ્ત્ર ઢાંકેલું હોય તેને જોઈને કોઈ વ્યક્તિ એમ માને કે આ પુરુષ છે માટે તેને પકવીને હું માંસ ખાઉં, એવા આશયથી એ ખલપિંડને અગ્નિમાં પકવે તો તેને મનુષ્યને હણવાનો પરિણામ છે, તેથી તેના સ્થાનમાં બૌદ્ધમત પ્રમાણે હિંસાનું પાપ લાગે છે.
કોઈ વ્યક્તિ ખલપિંડ જાણીને મનુષ્યને પકવે છે તે વાત કઈ રીતે સંભવે ? તે શંકા થાય. તેનો આશય એ છે કે ખલપિંડ શબ્દથી કોઈ ખાદ્ય પદાર્થ ગ્રહણ કરવાનો છે. કોઈકને ત્યાં મોટા પ્રમાણમાં કોઈ ખાદ્ય પદાર્થ રંધાતો હોય ત્યારે, કોઈ મનુષ્ય કે બાળક ત્યાં મૂછિત થઈને પડી ગયો હોય, અને ત્યાં અંધારું આદિ હોવાને કારણે ખલપિંડના જથ્થામાં મનુષ્ય કે બાળક દેખાય નહિ એ રીતે પડેલો હોય, અને ખલપિંડને પકવવા માટે અગ્નિ ઉપર રહેલા ભાજનમાં નાંખવા માટે કોઈ વ્યક્તિ સોયાવાળા સાધનોથી તેને લઈ લઈને નાંખતો હોય ત્યારે, આ મનુષ્ય છે, તેવો બોધ ન થવાને કારણે, તે સોયાથી મનુષ્યને પકડીને ભાજનમાં નાંખીને પકાવે, ત્યાં મનુષ્ય મારવાનો અધ્યવસાય નથી; તેથી તે રાંધનારને હિંસાકૃત કર્મબંધ નથી. અને તે માંસના પિડરૂપ હોવા છતાં તે પિંડ મારવાના અધ્યવસાય વગર બનેલો હોવાથી અશુદ્ધ નથી. તેથી તે પિંડથી કોઈ બુદ્ધને પારણું કરાવે તો તે બૌદ્ધ સાધુને ગ્રહણ કરવું કહ્યું, એ પ્રકારે બૌદ્ધ અનુયાયી માને છે. ||રા
અવતરણિકા :
બોકડાના માંસથી સંઘભક્તિ કરવામાં દોષ નથી, એમ કહેનાર બૌદ્ધમતનું નિરાકરણ કરીને, મનઃપરિણામ આજ્ઞાયોગથી પ્રમાણ છે, સ્વમતિ પ્રમાણ નથી, તે સ્થાપન કરતાં કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org