________________
કેવળીના ગમનમાં કોઈ પંચેન્દ્રિય જીવનો વધ થાય તો પણ કેવળીને હિંસાત કર્મબંધ માનતા નથી, તેથી અધ્યવસાય વગરની હિંસાને તમે પણ વિફળ કહો છો, તો એ રીતે અમે કહીએ તો શું વાંધો ? તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે –
અનુવાદ :
મન:પરિણામ....પ્રમાણ છઠ્ઠ | - મનઃપરિણામ પણ આજ્ઞાયોગે જ પ્રમાણ છે.
ભાવાર્થ -
ગ્રંથકારને એ કહેવું છે કે, ભગવાનની આજ્ઞા પ્રમાણે અપ્રમાદભાવથી યત્ન કરનાર મુનિના કાયયોગથી કોઇ હિંસા થાય ત્યાં હિંસાકૃત કર્મબંધ થતો નથી, તેનું કારણ તેઓમાં વર્તતો આજ્ઞાયોગ છે. તેથી જ આજ્ઞાપાલનના અધ્યવસાયને કારણે મુનિથી જે કાંઈ હિંસા થાય છે તે અશક્ય પરિહારરૂપ છે, માટે ત્યાં કર્મબંધ થતો નથી. અને કેવલી પણ જ્યારે ગમનાદિ કરતા હોય ત્યારે સ્વપ્રયત્નથી શક્ય સર્વયત્નથી જીવરક્ષા માટે યત્ન કરે જ છે; આમ છતાં, જે પંચેન્દ્રિય જીવનો વધ થાય છે તે અશક્ય પરિહારરૂપ છે, માટે ત્યાં પણ આજ્ઞાયોગથી જ કેવલીની પ્રવૃત્તિ છે. તેથી તેમના અહિંસાના અધ્યવસાયને કારણે હિંસાકૃત કર્મબંધ થતો નથી. જ્યારે બૌદ્ધ તો કહે છે કે માણસને ખલપિંડઃખાદ્ય પદાર્થ જાણીને જ્યારે પકવે છે, ત્યારે પણ ત્યાં કર્મબંધ થતો નથી. પરંતુ ત્યાં તેનો પ્રમાદ જ કારણ છે કે જેથી આ માણસ છે કે ખલપિડ છે, તે જાણવા માટે યત્ન કર્યા વગર તે પકવવાની ક્રિયા કરે છે. તેથી ત્યાં જીવની હિંસાના પરિવાર માટેનો યત્ન કરવા રૂપ આજ્ઞાયોગ નથી. માટે તેવી હિંસાને “મારવાનો અધ્યવસાય નથી માટે કર્મબંધનું કારણ નથી' તેમ કહેવું તે સર્વથા અનુચિત છે.
અને તે જ વાત આગળના બૌદ્ધના કથનથી સ્પષ્ટ કરતાં કહે છે – .
અનુવાદ :
સુરે.....તો સૂક્ષ | જો તમે એમ કહો કે ખલપિંડને માણસ જાણીને કોઈ પકવે તો તેને ઘણો કર્મબંધ થાય છે, કારણ કે મનુષ્યને હણવાનો ત્યાં ભાવ છે; જ્યારે મનુષ્યને ખલપિંડ જાણીને પકવે તો કોઈ દોષ નથી, કારણ કે ત્યાં
આ
Jain Education International
• For Private & Personal Use Only
www.jainelibrary.org