________________
પર છે. તેથી અવિદ્યાથી મોક્ષની પ્રવૃત્તિ માનવામાં કોઈ દોષ નથી. જેમ કાંટાને કાંટો કાઢે છે તેમ સંસારની કારણભૂત એવી અવિદ્યાને મોક્ષ પ્રવર્તક અવિદ્યા જ કાઢી શકે છે. આ પ્રકારના બૌદ્ધના આશય સામે ગ્રંથકાર કહે છે -
જેમ બૌદ્ધ શાસ્ત્રવચનથી જાણે છે કે પદાર્થ ક્ષણિક છે, છતાં બંધક્ષણથી ભિન્ન એવી મોક્ષક્ષણ માટે જો તે અવિદ્યાથી પ્રવર્તી શકે, તો તે જ રીતે દેવદત્તે પોતાનાથી ભિન્ન એવા યજ્ઞદત્તની મોક્ષક્ષણ પેદા કરવા માટે પ્રવર્તવું જોઈએ. કેમ કે જેમ ત્યાં તે શાસ્ત્રથી જાણે છે કે બંધક્ષણ કરતાં મોક્ષક્ષણ જુદી છે, છતાં ત્યાં એકત્વનો અધ્યવસાય કરીને પ્રવર્તે છે; તેમ દેવદત્ત પણ યજ્ઞદત્તને પોતાનાથી જુદો જુએ છે, છતાં એકત્વનો અધ્યવસાય કરીને યજ્ઞદત્તના મોક્ષ માટે દેવદત્ત યત્ન કરવો જોઈએ. ઉત્થાન :
આનું સમાધાન પૂર્વપક્ષી એ જ કરી શકે કે, દેવદત્તની બંધક્ષણ અને દેવદત્તની મોક્ષક્ષણમાં કોઈ એક શક્તિ છે, અને દેવદત્તની બંધક્ષણ અને યજ્ઞદત્તની મોક્ષક્ષણમાં કોઈ એક શક્તિ નથી, માટે દેવદત્ત પોતાની મોક્ષક્ષણ માટે યત્ન કરી શકે પણ યજ્ઞદત્તની મોક્ષક્ષણ માટે યત્ન ન કરી શકે, તો ગ્રંથકાર કહે છે -
અનુવાદ :
વિંધ-મોક્ષHIળનવ....સિદ્ધ થા, - ત્યાં=દેવદત્તની બંધક્ષણ અને મોક્ષક્ષણમાં, બૌદ્ધમત પ્રમાણે બંધક્ષણજનક અને મોક્ષક્ષણજનક એક શક્તિ તો કહી શકાય નહિ, અને જો એક શક્તિ કહે તો તે આત્મદ્રવ્ય સિદ્ધ થાય.
ભાવાર્થ :
- દેવદત્તની બંધક્ષણ અને દેવદત્તની મોક્ષક્ષણમાં જો એક શક્તિ માનવામાં આવે તો તે એક શક્તિરૂપ આત્મદ્રવ્ય સિદ્ધ થાય. આ સમાધાન સિવાય અજ્ઞાનથી દેવદત્ત પોતાના મોક્ષ માટે પ્રવર્તી શકે અને યજ્ઞદત્તના મોક્ષ માટે ન પ્રવર્તી શકે, તેનું સમાધાન થઈ શકે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org