________________
૫૦ કેમ કે બંધ અને મોક્ષની ક્ષણો સરખી નથી. તો જે બંધાય તે મુકાય એમ ન કહી શકાય, ત્યારે મોક્ષના અર્થે કોણ પ્રવર્તે ?
ભાવાર્થ :- અહીં બંધક્ષણની ઉત્તર ઉત્તરમાં સદશ જ્ઞાનક્ષણ થાય છે, ત્યાં કદાચ બૌદ્ધ કહી શકે કે હું તે જ છું એ પ્રકારની વાસના થાય છે, પરંતુ બંધક્ષણ અને મોક્ષક્ષણ સર્વથા વિસદશ છે, તેથી ત્યાં સદશની પ્રતીતિ થતી નહિ હોવાથી, જે બંધાય છે તે મુકાય છે, એમ કહી શકાય નહિ. અને જેઓ શાસ્ત્રના બળથી જાણે છે કે ક્ષણજ્ઞાનથી અતિરિક્ત આત્મા નથી, તે વ્યક્તિને બંધક્ષણ કરતાં મોક્ષક્ષણરૂપ વિસદૃશતાની પ્રતીતિ પણ શાસ્ત્રથી થાય છે. તેથી જે વ્યક્તિ બંધાય છે તે મુકાય છે એમ બૌદ્ધ કહી શકે નહિ. માટે મોક્ષાર્થીની પ્રવૃત્તિ સંગત થઈ શકે નહિ. ઉત્થાન :
પૂર્વોક્ત કથનનું સમાધાન બૌદ્ધ બીજી રીતે કરે છે, તે બતાવીને તેનું નિરાકરણ કરતાં કહે છે –
અનુવાદ :
વની દો.....વિમ પ્રવર્તવું, . અને વળી બૌદ્ધ કહે કે જે બંધજનનશકિતવંત ક્ષણ છે તે જુદી છે, અને મોક્ષજનનશક્તિવંત ક્ષણ છે તે જુદી છે. આમ છતાં, જે બદ્ધ છે તે એકત્વઅધ્યવસિત મોક્ષજનક ક્ષણના સંપાદન માટે અવિદ્યાથી જ પ્રવર્તે છે, કેમ કે મોક્ષ પ્રવર્તક અવિદ્યાનો વિવર્ત સંસારમૂલ અવિદ્યાનો નાશક છે. અને તેમાં બૌદ્ધ દૃષ્ટાંત કહે છે કે, કંટક જ કંટકને કાઢે છે એ પ્રકારની યુક્તિ છે. તો તેને ગ્રંથકાર કહે છે કે, તો દેવદત્ત યજ્ઞદત્તના મોક્ષક્ષણજનન માટે કેમ ન પ્રવર્તે ? અર્થાત્ દેવદત્તે યજ્ઞદત્તના મોક્ષક્ષણજનન માટે પ્રવર્તવું જોઈએ. ભાવાર્થ :
બૌદ્ધનો આશય એ છે કે બંધજનકશક્તિવાળી જ્ઞાનની ક્ષણ જુદી છે, અને મોક્ષજનકશક્તિવાળી જ્ઞાનની ક્ષણ જુદી છે, અને તે રીતે કોઈ વ્યક્તિ મોક્ષ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org