________________
૩૬
અનુપમ અર્થાત્ મનોહર એટલા માટે કહેલ છે કે, આલયવિજ્ઞાનરૂપ જે જ્ઞાન છે તે વાસ્તવિક રીતે રાગાદિના સ્પર્શ વગરનું છે, તેથી અનુપમ છે; અને બૌદ્ધના મત પ્રમાણે મોક્ષ અવસ્થામાં આયવિજ્ઞાનરૂપ જ જ્ઞાનની સંતતિ રહે છે. અને સંસાર અવસ્થામાં પ્રવૃત્તિવિજ્ઞાનરૂપ જે જ્ઞાન છે, તેનું સ્વરૂપ બતાવતાં કહે છે કે, પ્રવૃત્તિવિજ્ઞાનરૂપ જ્ઞાન નીલાદિ આકારરૂપ છે. “આદિ' પદથી ઘટાકાર-પટાકાર ઈત્યાદિ જે જે પદાર્થો જ્ઞાનમાં જણાય છે, તે સર્વઆકારરૂપ જે જ્ઞાનસંતતિ છે, તે પ્રવૃત્તિવિજ્ઞાનરૂપ છે. અને પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપાદાન કારણરૂપ જે જ્ઞાન છે તે આલયવિજ્ઞાન છે, અને તે આલયવિજ્ઞાનરૂપ જ્ઞાન પોતાનું પ્રકાશન કરે છે, કેમ કે તેમના મતે જ્ઞાન સ્વપ્રકાશક છે. તેથી તે જ્ઞાનની પ્રતીતિમાં સ્વની પ્રતીતિ થાય છે, તે જ “અહ” શબ્દથી વાચ્ય છે, પરંતુ આલયવિજ્ઞાનના આધારભૂત કોઈ આત્મદ્રવ્ય નથી. આ રીતે બૌદ્ધના મતે આલયવિજ્ઞાન તે આત્મા છે, અને પ્રવૃત્તિવિજ્ઞાન તેનું કાર્ય છે. તેથી તે કહે છે કે પ્રવૃત્તિવિજ્ઞાનથી આલયવિજ્ઞાનનો જે ભેદ છે તે રૂપ આત્માનો ભેદ છે, અને તેને કારણે જ ઉપાદાન-ઉપાદેયભાવ છે. અર્થાત્ આત્મા= આલયવિજ્ઞાન, ઉપાદાન છે; અને પ્રવૃત્તિવિજ્ઞાન=નીલાદિ આકારરૂપ જ્ઞાન, ઉપાદેય છે. પરંતુ આત્મા પરમાર્થથી જ્ઞાનક્ષણ જ છે પણ એક નિત્ય આત્મા કોઈ નથી.
નિત્ય આત્મા સ્વીકારવામાં શું દોષ આવે છે તે બતાવતાં કહે છે કે, જો એક નિત્ય આત્મા માનીએ તો મોક્ષ થાય નહિ. કેમ કે આત્મા જો નિત્ય હોય તો આત્મા ઉપર સ્નેહપરિણામ થાય, અને તેથી સુખનો રાગ અને દુઃખનો દ્વેષ થાય, અને તેના કારણે સુખના સાધનનો રાગ અને દુઃખના સાધનનો ષ થાય, અને આ રીતે રાગ-દ્વેષની વાસનાધારાથી નિરંતર કર્મનો બંધ થાય, માટે કર્મનો અંત થઈ શકે નહિ. અને આત્માને ક્ષણિક માનો તો આત્મા ઉપર રાગ થાય નહિ, તેથી સુખ-દુઃખ પ્રત્યે રાગ-દ્વેષ થાય નહિ, તો જ મુક્ત અવસ્થાની પ્રાપ્તિ થાય. વિશેષાર્થ :
અહીં વિશેષ એ છે કે કોઈ વ્યક્તિને બૌદ્ધમતનું અધ્યયન કરતાં સર્વ પદાર્થ ક્ષણિક છે, તેવું જ્ઞાન થાય છે; આમ છતાં, તરત મુક્તિ થતી નથી, તેનું કારણ તે ક્ષણિક જ્ઞાન અતિદઢ અને સ્થિર થયેલ નથી. તેથી જ બૌદ્ધમત પ્રમાણે ધ્યાનથી જ્યારે ક્ષણિક વિજ્ઞાન સ્થિરદશાને પામે છે, ત્યારે તેના કાર્યરૂપ રાગાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org