________________
૪૩ બૌદ્ધમતમાં સંગત થશે નહિ. કેમ કે બંધક્ષણ અને મોક્ષક્ષણ જુદી છે અને તે બેથી અતિરિક્ત અનુગત એવો આત્મા બૌદ્ધમતમાં નથી. તેથી મોક્ષને માટે કોઈ પ્રવૃત્તિ કરે અને તે તેના ફળરૂપે મોક્ષને પામે, તે વાત બૌદ્ધમત પ્રમાણે ઘટે નહિ. કેમ કે બંધક્ષણ એ મોક્ષક્ષણ નથી અને મોક્ષક્ષણ એ બંધક્ષણ નથી, પરંતુ તદ્દન જુદી છે; તેથી બંધક્ષણ સાધના કરે તેનું ફળ બંધક્ષણને મળે નહિ, અને મોક્ષક્ષણે સાધના કરી નથી છતાં વગર સાધનાએ મોક્ષક્ષણ પ્રગટી. અને તે બે ક્ષણો વચ્ચે અનુગત કોઈ આત્મા બૌદ્ધમતું નથી કે જેથી જે આત્માએ સાધના કરી તેને જ મોક્ષરૂપ ફળ મળ્યું તેમ કહી શકાય. ઉત્થાન :
અહીં બૌદ્ધ કહે કે ક્ષણજ્ઞાનથી અતિરિક્ત આત્મા નહિ હોવા છતાં વાસના એક છે, તેથી બંધક્ષણવાળો આત્મા જ મોક્ષ માટે યત્ન કરે તે વાત સંગત થશે. તે આ રીતે – બંધક્ષણવાળું જ્ઞાન પોતાની વાસના ઉત્તરક્ષણને આપે છે, અને તે દરેક ઉત્તર ઉત્તરક્ષણ પોતાની ઉત્તરઉત્તરક્ષણને વાસના આપે છે, તેથી દરેક ક્ષણમાં એક વાસના અનુવૃત્તિરૂપે છે. તેથી હું બંધાયેલો છું એ પ્રકારની વાસનાથી અનુગત ક્ષણજ્ઞાનરૂપ આત્મા સંગત થશે. તેના નિરાકરણરૂપે કહે છે –
અનુવાદ :
મનડુ નો...ગાત્મદ્રવ્ય છઠ્ઠું - અને જો વાસના એક છે એમ કહેવામાં આવે, તો તત્ત્વને વાસ્તવિક જોવાના સંકલ્પરૂપ શુભ મન કરીને બૌદ્ધ વિચારવું જોઈએ કે, પૂર્વાપર જ્ઞાનક્ષણઅનુગત જે એક વાસના તે કહે છે, તે વાસના સ્વભાવનિયત આત્મદ્રવ્ય છે, અર્થાત્ તે એક વાસનાસ્વભાવ જ જ્ઞાનક્ષણથી અતિરિક્ત એવું આત્મદ્રવ્ય છે.
મનડુ નો....૫રમા(૨)થવું નથી, અને જો બૌદ્ધ કહે કે, વાસનાબુદ્ધિ માત્ર કલ્પિત છે, પરમાર્થથી નથી, ભાવાર્થ :
બૌદ્ધનો આશય એ છે કે દરેક ક્ષણનું જ્ઞાન, ઉત્તર ઉત્તરક્ષણમાં પોતાની વાસના આપે છે. તે વાસના કાલ્પનિક નથી, પરંતુ દરેક ક્ષણમાં હું બદ્ધ છું, હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org