________________
૩૫
ज्ञानक्षण छइं, एक नित्य आत्मा कोइ छड़ नहीं । एक नित्य आत्मा मानइ छई तेहनइं मोक्ष वेगलो छई, जे माटइं नित्य आत्मा मानिइं तिवारइं आत्मा उपरि स्नेह होइं, स्नेहइं सुखनो राग अनइं दुःखनो द्वेष थाइ, तेहथी तेहना साधननो राग-द्वेष थाई, इम करतां राग-द्वेषवासनाधारा निरंतर वधइं, तिवारइ कर्मबंधनो अंत न होइ, ते माटइ क्षणिक ज आत्मा मानवो ।।१८।।
અનુવાદ :
તે વીદ્ધ.....ગાત્મા માનવો T૧૮/- તે બૌદ્ધ એમ કહે છે -- અત્યંત અનૂપ=મનોહર, ક્ષણસંતતિરૂપ જે જ્ઞાન તે જ આત્મા છે. અને તે પ્રમાણે તેનો મત બતાવતાં કહે છે –
પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપાદાનભૂત આલયવિજ્ઞાનરૂ૫ આત્મા છે અને જે નીલાદિ આકાર છે તે પ્રવૃત્તિવિજ્ઞાન છે અને તે ઉપાદેય છે. અહમ્ આકાર તેનો= પ્રવૃત્તિવિજ્ઞાનનો, ઉપાદાન છે તે આલયવિજ્ઞાન રૂપ છે. આત્મારૂપ ભેદથી= પ્રવૃત્તિવિજ્ઞાનના કારણભૂત આલયવિજ્ઞાનસ્વરૂપ આત્માને પ્રવૃત્તિવિજ્ઞાનથી જુદો માનીએ એ રૂપ ભેદથી, ઉપાદાન-ઉપાદેય ભાવ છે; પણ પરમાર્થથી જ્ઞાનક્ષણ છે, એક નિત્ય આત્મા કોઈ છે નહિ. અર્થાત્ પ્રવૃત્તિવિજ્ઞાન એ જ્ઞાનક્ષણરૂપ છે અને તેના ઉપાદાનરૂપ આલયવિજ્ઞાન છે. જેને “આત્મા” શબ્દથી કહીએ છીએ તે પણ જ્ઞાનક્ષણ છે. માટે પરમાર્થથી જ્ઞાનક્ષણથી અતિરિક્ત એક નિત્ય આત્મા કોઈ છે નહિ. એક નિત્ય આત્મા માને છે તેમને મોક્ષ વેગળો=દૂર, થાય છે. કેમ કે નિત્ય આત્મા માને છે તેથી આત્મા ઉપર સ્નેહ થાય છે, સ્નેહથી સુખનો રાગ અને દુ:ખનો દ્વેષ થાય છે, તેનાથી તેના સાધનનોનસુખ અને દુઃખના સાધનનો, રાગ અને દ્વેષ થાય છે; એમ કરતાં રાગ અને દ્વેષની વાસનાધારા નિરંતર વધે છે, તેથી કર્મબંધનો અંત આવતો નથી. તે માટે ક્ષણિક જ આત્મા માનવો જોઈએ. ll૧૮II ભાવાર્થ -
બૌદ્ધ કહે છે કે આત્મા નામનો જ્ઞાનથી અતિરિક્ત કોઈ પદાર્થ નથી, પરંતુ અતિ અનુપમ એવી ક્ષણસંતતિરૂપ જે જ્ઞાન છે, તે આત્મા છે. અને તે જ્ઞાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org