________________
૨૪
અનુમાનરસિકો અનુમાન કરવા ઈચ્છે છે. અથવા જ્ઞાનાશ્રય= જ્ઞાનનો આશ્રય આત્મા, પ્રત્યક્ષ જ છે, તેનાથી ઈતરભિન્નતાનું અનુમાન કરીએ છીએ. II૧૩
ભાવાર્થ :--
‘પિ’ - શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજે ‘યદ્યપિ થી જે કહ્યું કે, જ્ઞાનગુણ પ્રત્યક્ષ છે, તેથી જ્ઞાનાંશથી આત્મા પણ પ્રત્યક્ષ છે. તેનાથી એ કહેવું છે કે, જે દ્રવ્યના જેટલા પર્યાયો હોય તે પર્યાયથી તે દ્રવ્ય કથંચિત્ અભિન્ન છે, અને તે સર્વપર્યાયોથી તે દ્રવ્યનું પ્રત્યક્ષ કેવલીભગવંત કરે છે, અને છદ્મસ્થ તે દ્રવ્યવર્તી કોઈ પર્યાયઅંશથી તે દ્રવ્યનું પ્રત્યક્ષ કરે છે; તેથી જેમ પોતાનું જ્ઞાન જીવને પ્રત્યક્ષ છે, તેમ જ્ઞાનાંશથી અભિન્ન એવો આત્મા પણ તેને પ્રત્યક્ષ છે. અને કોઈ સુગંધી પુષ્પની ગંધ જ્યારે આપણને આવતી હોય છે ત્યારે, વાયુથી લવાયેલ સુરભિદ્રવ્ય પણ ગંધાંશથી પ્રત્યક્ષ છે, અને તે પુષ્પ ચક્ષુ સામે ઉપસ્થિત હોય તો તે રૂપાંશથી પણ પ્રત્યક્ષ છે; તે રીતે આત્મા જ્ઞાનાંશથી પ્રત્યક્ષ હોવાથી અનુમાન કરવાનું પ્રયોજન રહેતું નથી. તો પણ ચાર્વાકરૂપ વાદી આત્માને માનતો નથી અને અન્ય આત્મવાદીઓ આત્માને માને છે, માટે તે વાદીઓની વિપ્રતિપત્તિને=વિરુદ્ધ માન્યતાને, દૂર કરવા અર્થે અનુમાન કરાય છે.
અને ત્યાં પ = · થી શતશ.....અનુમાનરસિહા । એ સાક્ષી આપી - એ કથનમાં એ પ્રકારે કહેલ નથી કે વાદીની વિપ્રતિપત્તિને દૂર કરવા માટે અનુમાન કરાય છે, પરંતુ એમ કહ્યું કે પ્રત્યક્ષથી જાણેલા અર્થને પણ અનુમાનરસિકો સેંકડો વાર અનુમાન કરે છે. આનાથી એ કહેવું છે કે જે વ્યક્તિને આત્મા પ્રત્યક્ષથી અનુભવાય છે, તેમ પ્રતીતિ છે, તે વ્યક્તિ પણ જ્યારે દર્શનવાદીઓમાં કેટલાક આત્માને માને છે, કેટલાક નથી માનતા, એવી વિપ્રતિપત્તિને જુએ છે ત્યારે, તેઓને પોતાને પ્રત્યક્ષથી નિર્ણીત થયેલો અર્થ તેમ જ છે, તે સ્થિર કરવા માટે સેંકડો વાર અનુમાન કરે છે, ત્યારે તે સ્વાર્થાનુમાન કહેવાય; અને જ્યારે પ્રતિવાદીને સમજાવવા માટે અનુમાન કરે છે ત્યારે, પોતાને તે અર્થ નિર્ણીત હોવા છતાં અનુમાન દ્વારા પ૨ને સમજાવવા માટે અનુમાન કરે છે, તે પરાર્થાનુમાન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org