________________
૨૭
પચંદ્રિયમાં આવે છે ત્યારે તેણે ક્યારેય પણ સ્તનપાનની પ્રવૃત્તિ કરી નથી, છતાં તે પંચંદ્રિયભવમાં સ્તનપાનની પ્રવૃત્તિ કરે છે, તે કઈ રીતે સંગત થાય ? તેનો ઉત્તર એ છે કે એકેંદ્રિયાદિ ભવોમાં જીવને ક્ષુધા લાગે છે ત્યારે સુધાને અનુકૂળ આહારગ્રહણમાં તે યત્ન કરે છે, અને તે સંસ્કારને કારણે પંચેંદ્રિયમાં જીવ આવે છે, ત્યારે સુધાશમનને અનુકૂળ તેવો યત્ન કરે છે. આ રીતે સ્તનપાનની પ્રવૃત્તિ સંગત થાય છે.
નાતમત્રડું .......... હું સુધી જે કહ્યું તેનાથી એ કહેવું છે કે, જન્મમાત્રથી કોઈએ મરણ જોયું નથી=મરણ દુઃખરૂપ છે, તેમ અનુભવ્યું નથી. છતાં ઉંમર થતાં જીવ મરણથી ત્રાસ પામે છે, તે જ બતાવે છે કે, જન્માંતરના અનુભવેલા મરણના દુઃખથી અત્યારે પણ અવ્યક્ત સ્મરણને કારણે ભય થાય છે. ૧૪ll અવતરણિકા :
પૂર્વે ચોપઈ-૮માં કહ્યું કે ચાર્વાક પરલોક-પુણ્ય-પાપ કશું માનતો નથી, તેમાં પરલોકની સિદ્ધિ ચોપઈ-૧૪ માં ગ્રંથકારે યુક્તિપૂર્વક કરી બતાવી. હવે પુણ્ય-પાપની સિદ્ધિ માટે યુક્તિ બતાવતાં કહે છે – ચોપાઈ -
एक सुखिया एक दुखिया होइ, पुण्य-पाप विलसित ते जोइ ।।
करमचेतनानो ए भाव, उपलादिकपरि ए न स्वभाव ।।१५।। ગાથાર્થ :
એક (જીવ) સુખી છે, એક (જીવ) દુઃખી છે, તે પુણ્ય-પાપનો વિલાસ જુઓ. એ સુખ-દુઃખનો ભેદ, પાષાણાદિકની જેમ સ્વભાવ નથી, (પરંતુ) એ કર્મચેતનાનો ભાવ છે. વપરા બાલાવબોધ :
सरिषइं ज बाह्य कारणइं एक सुखिया नइं एक दुषिया जे होइ छइ ते पुण्य-पापनो विलास जोयो । उक्तं च -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org