________________
૨૮
जो तुल्लसाहणाणं फले विसेसो, न सो विणा हेउं । कज्जत्तणओ गोयम ! घडो ब्व हेउ अ से कम्मं ।। - (वि० भा० १६१३)
कोइ कहस्यइ-एक पाषाण पूजाई छई, एक रझलइ छइ, तिम ए स्वभावई हुरयइं । तेहनई कहिइं उपलादिकनई पूजा-निंदाथी सुख-दुःखवेदन नथी, जीवनइं ते छइं; तो ए भोगचेतना करमचेतनानो करिओ भाव छई, दृष्टान्वयव्यतिरेक स्वभावई निराकरिइं तो दंडादिकनई घटादिकप्रति पणि कारणता किम कहिइं ? ।।१५।।
અનુવાદ :
સરિષદું ન....દેહ સે વ | સરિષડું ન સરખા જ, બાહ્ય કારણથી એક સુખી અને એક દુઃખી જ હોય છે, તે પુણ્ય-પાપનો વિલાસ જાણો. અને કહ્યું છે - હે ગૌતમ ! તુલ્ય સાધનોના તુલ્ય કારણોના, ફળમાં જે વિશેષ છે, તે હેતુ વિના નથી; કેમ કે કાર્યપણું છે, ઘટની જેમ; અને જે હેતુ= કારણ, છે તે કર્મ છે.
વોટ્ટ વ રચ-.....દિડું ? TI૧૬ll અહીં કોઈ પ્રશ્ન કરે કે એક પાષાણ પૂજાય છે અને એક પાષાણ રઝળે છે, તેમ આ એક સુખી અને એક દુઃખી છે એ, સ્વભાવથી થાય છે. (સ્વભાવભેદને કારણે નહિ પણ સ્વાભાવિક=વગર કારણે થાય છે.) તેહને કહે છે – પાષાણને પૂજા કે નિંદાથી સુખ-દુઃખનું વેદન નથી, જીવને તે સુખ-દુઃખનું વેદન છે; માટે એ ભોગચેતના કર્મચેતનાનો કરેલ ભાવ છે. દૃષ્ટ અન્વય-વ્યતિરેકનું સ્વભાવથી નિરાકરણ કરશો તો દંડાદિકની ઘટાદિ પ્રત્યે પણ કારણતા કેમ કહી શકશો ? અર્થાત્ કહી નહિ શકો.૧પા ભાવાર્થ :
સરખાં બાહ્ય કારણ પામીને એક વ્યક્તિને સુખની પ્રાપ્તિ અને એક વ્યક્તિને દુઃખની પ્રાપ્તિ થાય છે તેનું અંતરંગ કારણ કર્મ છે, તેથી અંતરંગ કારણની વિષમતાથી કાર્યની વિષમતા પ્રગટેલી છે. જો સર્વથા સર્વ કારણ સરખાં હોય તો કાર્ય સરખું થવું જોઈએ, અને તેથી કાર્યની વિષમતાથી અનુમાન થાય છે કે કારણની વિષમતા અવશ્ય હોવી જોઈએ. અને બાહ્ય કારણ વિષમ નથી, તેથી અંતરગ કોઈ વિષમ કારણ છે, અને તે પુણ્ય-પાપથી વાચ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org