________________
आत्मानइं नथी, तथापि पर्यायहानि-वृद्धि छइं; तेणइं हीन-वृद्ध ज्ञानप्रति एकेंद्रिय-पंचेन्द्रियाद्यात्मपणइ उपादानता, सामान्यथी चैतन्यगुणप्रति आत्मपणइं उपादानता मानी जोइइ, नहीं तो लोकव्यवहार न मिलइ ।।११।। અનુવાદ :
શરીરછે....રૂદાં નાખવું શરીરના છેદથી તે ચેતનાગુણ છેદાતા નથી તથા તે ચેતનાગુણ શરીરની વૃદ્ધિથી વધતા નથી, તે માટે જ્ઞાનાદિક ગુણનો ઉપાદાન આત્મા શરીરથી અલાધો-જુદો, માનો. ઉપાદાનની હાનિ-વૃદ્ધિથી જ ઉપાદેયની હાનિ-વૃદ્ધિ થાય) છે, જેમાં માટીની હાનિ-વૃદ્ધિથી ઘટની હાનિ-વૃદ્ધિ થાય છે), તેમ અહીં જાણવું.
યદ્યપિ...મિનડુ ૧૧Tયદ્યપિ પ્રદેશની હાનિ-વૃદ્ધિ આત્માને નથી, તો પણ પર્યાયની હાનિ-વૃદ્ધિ છે. તેથી હીન-વૃદ્ધઓછા-વધુ, જ્ઞાન પ્રત્યે એકેંદ્રિયપંચેંદ્રિયાદિ આત્મારૂપે ઉપાદાનતા (માનવી જોઈએ, અને) સામાન્યથી ચૈતન્યગુણ પ્રત્યે આત્માની ઉપાદાનતા માનવી જોઈએ, નહિતર લોકવ્યવહાર ન ચાલે.૧૧ાા ભાવાર્થ :
કોઈ વ્યક્તિનું શરીર છેદાય ત્યારે જ્ઞાનગુણ ઓછો થતો નથી, જેમ કોઈનો હાથ કપાઈ જાય તો તે પૂર્વે તેનામાં રહેલી જે જ્ઞાનશક્તિ છે, તે ઓછી થતી નથી. અને કોઈ વ્યક્તિનું શરીર પૂર્વે હતું તેના કરતાં સ્થૂલ થઈ જાય=વધી જાય, તો તેનું જ્ઞાન વધતું નથી. તેથી નક્કી થાય છે કે જ્ઞાનાદિ ગુણોનું ઉપાદાન શરીર નથી, માટે જ્ઞાનાદિ ગુણોનો ઉપાદાન આત્મા શરીરથી જુદો માનવો જોઈએ, આ પ્રકારની ગ્રંથકારે યુક્તિ આપી.
અહીં કોઈને પ્રશ્ન થાય કે શરીરના છેદથી કે વૃદ્ધિથી જ્ઞાનની હાનિ-વૃદ્ધિ થતી નથી, એટલામાત્રથી જ્ઞાનાદિનું ઉપાદાન શરીર નથી તે કેમ માની શકાય ? તેથી દૃષ્ટાંત દ્વારા તે બતાવતાં કહે છે –
જેમ શરીર પાંચ ભૂતોમાંથી બનેલું છે તેમ માટી ભૂત રૂપ જ છે, અને માટીની હાનિ-વૃદ્ધિથી ઘટની હાનિ-વૃદ્ધિ દેખાય છે, ત્યાં માટી એ ઘટનું ઉપાદાન છે, તેથી ઉપાદાનરૂપ માટીની હાનિ-વૃદ્ધિથી ઉપાદેયરૂપ ઘટની હાનિ-વૃદ્ધિ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org