________________
૨૦ છે; તેમ શરીરનો ધર્મ જો ચેતના હોય તો ઉપાદાનરૂપ શરીરની હાનિ-વૃદ્ધિથી ઉપાદેયરૂપ ચેતનગુણની હાનિ-વૃદ્ધિ થવી જોઈએ. પરંતુ તે થતી નથી તે અનુભવસિદ્ધ પદાર્થ છે. માટે ચેતનગુણનું ઉપાદાન શરીરથી જુદો આત્મા છે, એ પ્રકારનો આશય છે.
અહીં નાસ્તિકવાદી કહે કે ઉપાદાનની હાનિ-વૃદ્ધિથી ઉપાદેયની હાનિ-વૃદ્ધિ માનવામાં આવે, તો તમારા મત પ્રમાણે ઉપાદાનરૂપ એવા આંત્માના આત્મપ્રદેશોની હાનિ-વૃદ્ધિ નહિ હોવા છતાં, ઉપાદેયરૂપ જ્ઞાનાદિની હાનિ-વૃદ્ધિ એકંદ્રિયથી પંચેંદ્રિય સુધીના તમામ જીવોમાં દેખાય છે, તે કઈ રીતે સંગત થશે? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
જો કે આત્માના પ્રદેશની હાનિ-વૃદ્ધિ થતી નથી, તો પણ જ્ઞાનાદિ પર્યાયોની હાનિ-વૃદ્ધિ થાય છે. તેથી એવો નિયમ માનવો જોઈએ કે, આત્માના જ્ઞાનની હાનિવૃદ્ધિ થાય છે તેના પ્રત્યે, એકેંદ્રિય-પંચેન્દ્રિયાદિ આત્મારૂપે ઉપાદાન કારણ છે; અને સામાન્યથી ચૈતન્યગુણ પ્રત્યે આત્મા ઉપાદાનકારણ છે, એવો કાર્ય-કારણભાવ માનવો જોઈએ. અને તેમ ન માનો તો લોક-વ્યવહારની સંગતિ થાય નહિ. લોકમાં વ્યવહાર છે કે પાંચ ભૂતના સંયોગરૂપ શરીર વિદ્યમાન હોવા છતાં જ્યારે વ્યક્તિ , મૃત્યુ પામે છે ત્યારે શરીરમાંથી આત્મા ગયો એ પ્રકારનો લોકવ્યવહાર છે, તે તો જ સંગત થાય કે ચૈતન્યગુણ પ્રત્યે આત્મા ઉપાદાન છે. આ રીતે પ્રથમ યુક્તિથી અને પછી લોકવ્યવહારથી શરીરથી આત્મા જુદો છે, તે બતાવ્યું.
જૈન પ્રક્રિયા પ્રમાણે આત્મપ્રદેશોની હાનિ-વૃદ્ધિ નહિ હોવા છતાં એકેન્દ્રિયાદિ જીવોમાં જ્ઞાનની તરતમતા આ રીતે પ્રાપ્ત થાય છે –
આત્મપ્રદેશોની હાનિ-વૃદ્ધિ નહિ હોવા છતાં આત્મામાં જ્ઞાનની હાનિવૃદ્ધિ થાય છે, તેનું કારણ, કર્મને વશ જીવ એકેંદ્રિયાદિ ભાવો પામે છે ત્યારે જીવની પાસે જ્ઞાનની સામગ્રી બહુ અલ્પ હોય છે; તેથી જીવનું જ્ઞાન ઘણું આવૃત છે અને અલ્પ ખુલેલું છે. અને તે જીવ જ્યારે પંચેંદ્રિયભાવને પામે છે, ત્યારે જ્ઞાનની સામગ્રી અધિક મળેલ હોવાથી તેનું જ્ઞાન વૃદ્ધિ પામે છે; કેમ કે સામગ્રીને કારણે જ્ઞાનને આવરના કર્મ ઓછું થયેલ છે. જો કર્મ વગરનો આત્મા હોય અને તેના જ્ઞાનની હાનિ-વૃદ્ધિ થતી હોય તો આત્મપ્રદેશની હાનિ-વૃદ્ધિથી જ્ઞાનની હાનિ-વૃદ્ધિ સ્વીકારવી પડે; પરંતુ શુદ્ધાત્માના જ્ઞાનની હાનિ-વૃદ્ધિ થતી નથી, જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org