________________
ભાવાર્થ :
આસ્તિકવાદી કહે છે કે, જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય વગેરે ગુણો માનસપ્રત્યક્ષથી અનુભવસિદ્ધ છે. તેના આધાર તરીકે જીવદ્રવ્ય અનુમાનપ્રમાણથી સિદ્ધ થાય છે. અહીં નાસ્તિકવાદી કહે કે અમે તો માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માનીએ છીએ, અનુમાનને પ્રમાણ માનતા નથી, તેથી તમે જે અનુમાનપ્રમાણથી જીવની સિદ્ધિ કરી તે અમારે નિરર્થક છે.
૧૭
આસ્તિકવાદી તેનો ઉત્તર આપતાં કહે છે કે, વસ્તુની સિદ્ધિમાં અનુમાનને પ્રમાણ તરીકે તમે માનતા નથી, તો પછી બીજા જીવના મનમાં રહેલા સંદેહને તમે શી રીતે જાણી શકો ? કેમ કે સામા જીવના મનમાં રહેલો સંદેહ પ્રત્યક્ષનો વિષય બનતો નથી, એ તો સામી વ્યક્તિની આકૃતિ, પ્રવૃત્તિ અથવા તે વ્યક્તિના વચનથી સંદેહનું જ્ઞાન થાય છે. અને જો અનુમાનપ્રમાણ સ્વીકારવામાં ન આવે તો તમે(ચાર્વાક) પોતે પણ સામાના મનના સંદેહને જાણીને ઉપદેશ આપો છો, તે કેમ આપો છો ? અર્થાત્ ચાર્વાક પણ લોકોને કહે છે કે પરલોક નથી, આત્મા નથી અને મોજમજાપૂર્વક જીવનને સફલ કરો, એ પ્રકારનો પરને જે ઉપદેશ આપે છે, તે સામી વ્યક્તિના વચનપ્રયોગથી કે હાવભાવ આદિથી જાણે છે કે, સામી વ્યક્તિને જીવના વિષયમાં સંદેહ છે. કોઈક અન્યના વચનને સાંભળીને કોઇ વ્યક્તિ જીવને માને છે, અને પોતે જીવ નથી તેમ કહે છે ત્યારે તેને જીવ સ્વીકારવામાં સંદેહ થાય છે; તેથી યુક્તિપૂર્વક જીવનું અસ્તિત્વ નથી, એવો ચાર્વાક તેને ઉપદેશ આપે છે, તે અનુમાન સિવાય કઈ રીતે આપી શકે ? કેમ કે લોકોમાં રહેલ સંદેહ એ પ્રત્યક્ષનો વિષય નથી, તેથી અનુમાનથી જ ચાર્વાક સંદેહ જાણે છે. તેથી ચાર્વાકે અનુમાનપ્રમાણ સ્વીકારવું જોઈએ.
અહીં નાસ્તિકવાદી ચાર્વાક કહે કે, આ રીતે અમે અનુમાનપ્રમાણને માની લઈએ, અને જ્ઞાનાદિ ગુણોના આધારભૂત કોઈ દ્રવ્યની સિદ્ધિ માની લઈએ, પણ એટલામાત્રથી શરીરથી ભિન્ન કોઈ જીવદ્રવ્યની સિદ્ધિ થઈ શકતી નથી; કેમ કે જ્ઞાનાદિ ગુણોના આધારભૂત દ્રવ્ય તરીકે અને શરીરને જ માનીએ છીએ. માટે જ્ઞાનાદિ ગુણો પાંચ ભૂતના સંયોગથી પેદા થયેલા શરીરના ગુણો છે, પણ કોઈ પૃથક્ દ્રવ્યરૂપ જીવના ગુણો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org