________________
૧૧
અનુવાદ :
નિમ પાળી.....દોડું છ IISTIજેમ પાણીથી પરપોટા થાય છે અને તે પરપોટા ઉફણીનઈ=પેદા થઈને-ઊપસીને, વળી તે પાણીમાં જ સમાય છે; તથા સ્તંભ વગેરે જિમ ક્ષિતિનો=પૃથ્વીનો, પરિણામ છે, અર્થાતુ પૃથ્વીમાંથી ઊપજીને=પેદા થઈને, પૃથ્વીમાં જ લીન થાય છે; તેમ ચેતના તનુના=શરીરના, ગુણનો વિશ્રામ છે. અર્થાત્ શરીરથી પેદા થઈને શરીરમાં જ લય પામે છે. તે (૧) ઉત્પત્તિપક્ષ છે. અને (૨) અભિવ્યક્તિપક્ષ છે તે મતે અભિવ્યક્તિ માનનારના મતે, કાયાકારપરિણામે ચેતનાની અભિવ્યક્તિ થાય છે. IIણા ભાવાર્થ :
(૧) જગતમાં થતા ભાવોને માનવામાં એક પક્ષ તે તે ભાવો ઉત્પન્ન થાય છે તેમ માને છે. જેમ માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે માટીમાં પહેલાં ઘડો ન હતો, પરંતુ દંડાદિ સામગ્રીથી ઉત્પન્ન થયો. એ રીતે ઉત્પત્તિપક્ષ પ્રમાણે પાંચ મહાભૂતોના સમુદાયરૂપ શરીરથી ચેતનાની ઉત્પત્તિ થાય છે, અને મૃત્યકાળમાં તે ચેતના શરીરમાં જ નાશ પામી જાય છે. તેમાં ચાર્વાક દૃષ્ટાંત આપે છે કે, જેમ પાણીમાંથી પરપોટો ઉત્પન્ન થાય છે અને તે ફૂટી જતાં પાણીમાં જ સમાઈ જાય છે, માટે શરીરથી અતિરિક્ત કોઈ જીવદ્રવ્ય-આત્મા નથી, એ પ્રમાણે ઉત્પત્તિપક્ષને આશ્રયીને ચાર્વાક કહે છે.
(૨) વળી બીજો અભિવ્યક્તિપક્ષ છે, અને તે પક્ષવાળા કહે છે કે, નવીન શરાવમાં કોડિયામાં, પાણી નાંખવાથી ગંધની અભિવ્યક્તિ થાય છે, ત્યાં વાસ્તવિક રીતે શરાવમાં ગંધ હતી તે પાણીના સંયોગથી અભિવ્યક્ત થાય છે. અથવા અંધકારમાં ઘટ પડેલો હોય છતાં દેખાતો નથી અને પ્રકાશના સંયોગથી તે અભિવ્યક્ત થાય છે, તેમ પાંચ ભૂતોમાં ચેતના છે પરંતુ તે દેખાતી નથી. તે પાંચ ભૂતો જ્યારે કાયાકાર પરિણામ પામે છે, ત્યારે ચેતના અભિવ્યક્ત થાય છે.
આ રીતે ઉત્પત્તિ પક્ષને સંમત એવા ઘટાદિના દૃષ્ટાંત દ્વારા અભિવ્યક્તિ બતાવીને અભિવ્યક્તિપક્ષને એ કહેવું છે કે, જગતમાં જે જે ભાવો પેદા થાય છે તે સર્વે ભાવો પૂર્વે શક્તિરૂપે હોય છે, અને સામગ્રીથી નવા ઉત્પન્ન થતા નથી પરંતુ અભિવ્યક્ત થાય છે. તેથી અભિવ્યક્તિ માનનાર પક્ષ પાણીમાંથી પરપોટો નવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org