________________
મૂળ જૈન ધર્મ અને
આર્યરક્ષિત સૂરિનુ યુગપ્રધાન પદ વીર સંવત ૧૮૪ (વિક્રમ સંવત ૧૧૪) અને તેમને સ્વર્ગવાસ વીર સંવત ૧૮૭ ( વિક્રમ સંવત ૧૨૭)માં થયો હતો. એટલે કે તેઓ યુગપ્રધાનપદે તેર વર્ષ રહ્યા હતા.
એટલે સોમદેવ પુરોહિતની દીક્ષા વિક્રમ સંવત ૧૧૫ કે ૧૧૬ માં થઈ હશે. અને તે તેમના વસ્ત્ર ધારણના સમાચાર કડક આચારના હિમાયતી સાધુઓને પડયા હશે ત્યારે તેમણે ઉગ્ર વિરોધ કર્યો હશે એ સમજી શકાય તેવી વાત છે.
આર્ય રક્ષિતે કરેલા ફેરફારો આર્ય રક્ષિત સૂરિએ સમયને વિચાર કરીને સાધુઓના કડક નિયમોને મદ કર્યા હતા. તેમના વખત સુધી એક સાધુને ફક્ત એક જ પાત્ર રાખવાનું વિધાન હતું તેથી સાધુઓને અડચણ પડતી હશે તેથી આર્ય રક્ષિત સૂરિએ વર્ષાઋતુના ચાર માસ માટે એક પાત્ર ઉપરાંત બીજું એક માત્ર એટલે નાનું પાત્ર રાખવાની છૂટ આપી હતી.
આર્ય રક્ષિતને સમય તે પ્રાચીન સંસ્કૃતિને હાસ અને નવીન આચાર પદ્ધતિનો પ્રારંભ કાળ હતો.
પૂર્વે સાધુઓ સાધુની પાસે આલોચના લેતા અને સાધ્વીઓ સાધ્વીની પાસે આલોચના – પ્રાયશ્ચિત લેતી હતી. પણ આર્ય રક્ષિતથી સાધ્વીઓને એ અધિકાર જ કરવામાં આવ્યા અને સાધ્વીઓએ પણ સાધુઓ પાસે જ આલોચના કરવાનું કરાવવામાં આવ્યું.
આ બધા ફેરફારથી કડક આચારી ગરમ દળ ઉકળી ગયું હશે. તેમણે સખ્ત વિરોધ કર્યો હશે. પરંતુ બીજી બાજુ નરમ દળ વસ્ત્રધારણ તરફ વિશેષ ઝુકેલું રહ્યું હશે. તેથી બન્ને પક્ષ પોત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org