________________
૧૭
જ્ઞાન પણ આ અપેક્ષાએ વિશ્વ વ્યાપિ છે, કર્મનાં બંધનમાંથી મુક્ત થયેલા આત્માનું જ જ્ઞાન વિશ્વને જોઈ શકે છે. બાકી સામાન્ય જીવનું જ્ઞાનતે જ્ઞાનાવરણ કર્મના આવરણથી દબાયેલું હોવાથી તે અમુક મર્યાદા પ્રમાણે જ જાણી શકે છે. જે આત્માથી જ્ઞાન અધિક હોય અથવા આત્માથી ય-જાણવા ચગ્ય પદાર્થ અધિક હોય તે જ્ઞાન અને આત્માનો લક્ષ્ય લક્ષણ ભાવ-ગુણ ગુણ ભાવ નજ બની શકે. જ્ઞાન ગુણ છે અને ગુણવાળો આત્માં ગુણ છે. ગુણને મૂકીને ગુણ ન હોય અને ગુણને મૂકીને ગુણ ન હેય. આમ ગુણ ગુણીનો તદ્રુપ સંબંધ છે. બેમાંથી એકને અભાવ કરતાં બન્નેને અભાવ થાય. અને જ્યાં એકની હૈયાતિ હોય ત્યાં બીજાની પણ હૈયાતિ હાયજ. જ્ઞાનને સ્વભાવ જાણવાનું હોવાથી જ્યાં જાણવા યોગ્ય પદાર્થ છે ત્યાં તેને જાણનાર જે હોય તે જ્ઞાન જ છે. જ્ઞાનાવરણ કર્મથી છુટ થયેલ આત્મા તેના જ્ઞાનગુણથી વિશ્વને જાણી શકે છે. આ જ્ઞાતા ગુણવડે–ચા જ્ઞાતા ગુણની અપેક્ષાએ આત્મા વિશ્વ વ્યાપી ગણાય છે.
જેમ દુધમાં નાંખેલું ઈન્દ્રનીલરત્ન પિતાના તેજ વડે દુધને સર્વ બાજુએથી વ્યાપી રહે છે. બધું દુધ તેની પ્રભાવડે લીલું દેખાય છે. લીલાશ દુધમાં સર્વત્ર વ્યાપી રહે છે તેમ ય–જાણવા ચોગ્ય પદાર્થ ઉપર-પદાર્થની અંદર નાખેલું જ્ઞાન-મુકેલું જ્ઞાન તે યમાં બધી બાજુથી