________________
ગ્ન પેઠે પડી રહે તેને ઉપશમ સમકિત કહે છે. આજ સાત પ્રકૃતિ કાંઈક દબાયેલી ઉપશમેલી સત્તામાં પડી હોય અને કાંઈક બહાર આવતી હોય તેને ભેળવીને ક્ષય કરાતો હોય તેને ક્ષપશમિક સમકિત કહે છે.
કર્મો આઠ છે જેને વિસ્તાર આગળ ઉપર આવશે. આ કર્મો જુગલ-જડ છે અને જીવની આત્મભાન વગરની સ્થિતિમાં રાગદ્વેષ અને અજ્ઞાનતાવાળી લાગણથી તેને આત્મા સાથે દુધ અને પાણીની માફક સંબંધ થાય છે. તેને લીધે આત્મા ઉપર આવરણ આવે છે. આમાં પરિણામની મુખ્યતા છે જેનું બીજું નામ ઉપયોગ છે. આ શુભ અશુભ કે અશુદ્ધ ઉપાશે જીવ વારંવાર પરિણમે છે, તે પરિણમવાથી ઉત્પન્ન થતા વિવિધ વિકલ્પો અને વર્તન, તેમાંથી આ સર્વ કર્મનું મંડલ ઉત્પન્ન થાય છે. આખા વિશ્વની વિવિધતાનું કારણ પણ એ કર્મો જ છે.
આ ઉપગને કયા ભાવે પરિણુમાવે અને કયાભાવે ન પરિણુમાવ એની જાગૃતિની ક્ષણે ક્ષણે જીવને બહુજ અગત્યતા છે. શુદ્ધ ઉપયોગ જે નિરાકાર દર્શન છે, જે 'નિર્વિકલ્પ સ્વરૂપ છે તેમાંજ શાંતિ આનંદ અને કર્મ ક્ષય કરવાનું સામર્થ્ય છે તે સિવાયના શુભ, અશુભ અને અશુદ્ધ ‘ઉપગે જ્ઞાન ઉપગે કે દર્શન ઉપગે પરિણમવવાથી તમામ સુખ દુઃખની ઉત્પત્તિ થાય છે. જેમ જેમ આ જીવ