________________
ઝળહળતાં નક્ષત્રો.
૪૧
શૈલી વગેરે ઉલ્લેખનીય છે. જેનોએ આ કળાને ધર્મસ્થાનો દ્વારા સારું એવું ઉત્તેજન આપ્યું છે. ઇલોરાની જેને ગુફાઓમાં ઇન્દ્રસભા આકર્ષક છે. સુવર્ણમય “કલ્પસૂત્ર', વિવિધ કલ્પસૂત્રો અને કાલકાચાર્ય કથાઓમાં અનેક નામી અનામી ચિત્રકારોએ સુંદર ચિત્રો દ્વારા જૈન કલાને સજાવી છે. વર્તમાનમાં પ્રેમલભાઈ કાપડિયા (હર્ષદરાય ફાઉન્ડેશન) દ્વારા પ્રકાશિત “દેવચંદ્ર ચોવીશી’ અને ‘શ્રીપાલરાસ” (પાંચ ભાગ)માં જૈન ચિત્રકલાના ઉત્તમોત્તમ આવિષ્કારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લલિતકળા ક્ષેત્રે ભારતમાં જૈનોનું આગવું પ્રદાન રહ્યું છે. પ્રેમ અને ભક્તિયુક્ત રાજસ્થાની ચિત્રકલા અનુપમ અને ચિત્તાકર્ષક છે. ચિત્રોની પરિપાટીના વિકાસ અને વિશિષ્ટતાઓ સાથે છેક અદ્યતન ચિત્રશૈલીએ પણ ગજબનો વિકાસ કર્યો છે. કળાના ક્ષેત્રે જૈનોની આગવી દેન છે. જૈનાચાર્યોનું પણ આ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન નોંધાયું છે. શિલ્પના ક્ષેત્રે નૂતન કલ્પનાથી અભૂતપૂર્વ શિલ્પો-મૂર્તિઓનું કલાત્મક અને ભવ્ય સર્જન કરનાર, ધર્મ અને કલાનો અદ્ભુત સમન્વય સાધી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર પૂ.આ. શ્રી વિજયયશોદેવસૂરિજી મહારાજશ્રી જેમણે ભગવાન મહાવીરના રંગીન ચિત્રસંપુટની ઉમદા ભેટ આપણને આપી, ઉપરાંત મંત્ર, યંત્ર વિદ્યાને ક્ષેત્રે કંઈક નવું આગવું સંશોધન પણ કર્યું. ઋષિમંડલ મંત્રનું શુદ્ધિકરણ પણ કર્યું. સ્વ. મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીરચિત ૨૧ ગ્રંથોનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કરાવી મહત્તમ સેવા કરનાર આ પૂજ્યશ્રી આપણા સૌની વંદનાના જરૂર અધિકારી બન્યા છે. પાલિતાણામાં આ.શ્રી વિશાલસેનસૂરિજીનું વિશાલ મ્યુઝીયમ' તેમજ આચાર્ય પાસાગરસૂરિજીએ કોબામાં દર્શન-જ્ઞાનની સ્થાપના કરી જે અનુમોદનીય છે.
શાસનની મૂલ્યવાન મિરાત
જૈનોએ હસ્તપ્રતોના ખજાના સાચવી જાણ્યા છે એ બાબતમાં જાણીતા લેખક શ્રી નાનાલાલ વસાએ એક નોંધમાં યથાર્થ રીતે લખ્યું છે કે જૈન સાહિત્યનો વ્યાપ મોટો છે. ધાર્મિક શાસ્ત્ર, વાર્તાઓ, કાવ્યો, વ્યાકરણ, શબ્દકોશ, ઇતિહાસ, પૌરાણિક કથાઓ,
ભક્તિગીતો, ગાથાઓ, નાટકો, ભાષ્યો, વેદાન્ત વગેરેની સમીક્ષાઓ, વ્યાકરણ, ગણિત પુસ્તકો, તત્ત્વજ્ઞાન, સ્વપ્નોનું અર્થઘટન, માનસશાસ્ત્ર, જંતુવિદ્યા, જીવવિદ્યા, જ્યોતિષ, વૈદક, વનસ્પતિશાસ્ત્ર, હીરાની પરખ, ઘોડાઉછેર, દરિયાપારના દ્વીપોની કથાઓ વગેરે જૈન શાસનનો સાંસ્કૃતિક લખાણ ઉપર રૂલ આવી જાય છે તે સરખી કરો. મૂલ્યવાન ખજાનો શોભી રહ્યો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org