________________
ઝળહળતાં નક્ષત્રો
૩૯
દીવાદાંડીરૂપ શતાધિક ગ્રંથો
આપણી મુખ્ય ભાષાઓ અર્ધમાગધી, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી,. મરાઠી, તમિળ, કન્નડ વગેરેમાં જૈનોનું વિપુલ વૈવિધ્યસભર સાહિત્ય ગ્રંથસ્થ થયેલું છે. જૈન દર્શનના બંધન અને મુક્તિને વર્ણવતા શતાધિકગ્રંથો છે. એ બધા ગ્રંથોમાં પરમ
આદરણીય ગ્રંથોમાં કેટલાક આ પ્રમાણે છે. “આચારાંગ’, જેમાં જીવનશુદ્ધિ અને આચારવિચારની વાતો રજૂ થઈ છે. “ભગવતી સૂત્ર', જેમાં ગૌતમસ્વામીજીએ પૂછેલા ૩૬000 સવાલોના સમાધાન નજરે પડે છે. ઉત્તરાધ્યયન' જેમાં ભગવાન મહાવીરની અંતિમ દેશનાનું સુંદર વ્યાન રજૂ થયું છે અને “તત્ત્વાર્થાધિગમ' સૂત્રગ્રંથો અતિ મહત્ત્વના છે. ઉમાસ્વાતિરચિત તત્ત્વાર્થાધિગમ સૂત્ર તો શ્વેતાંબર, દિગમ્બર ઉભયને માન્ય છે. મેરૂતુંગસૂરિના પ્રબંધ ચિંતામણિ’ અને ‘સ્થવિરાવલી’ અને જિનકુશલસૂરિના વિવિધ તીર્થકલ્પ' ગ્રંથો અણમોલ છે. રત્નશેખરસૂરિએ સં. ૧૪૦૫માં “ચતુર્વિશતિ પ્રબંધ (પ્રબંધકોશ) નામના ઇતિહાસ ગ્રંથનું પ્રદાન કર્યું. ભાવદેવસૂરિજીનું પાર્શ્વનાથ ચરિત્ર પણ મૂલ્યવાન ગણાવાયું છે.
દિગમ્બર ગ્રન્થોમાં “પખંડાગમ' સૌથી મહત્ત્વપૂર્ણ કર્મસિદ્ધાંતનો ગ્રંથ રચાયેલ છે. યોગશાસ્ત્રનો ઉત્તમ ઉલ્લેખ “જ્ઞાનાર્ણવ' ગ્રંથમાં મળે છે. “દશવૈકાલિક સૂત્ર'માં સાધુજીવનનો મહિમા અંકિત કરાયો છે. “ચંદ્રપ્રજ્ઞપ્તિ' અને “સૂર્યપ્રજ્ઞપ્તિ' આદિ ગ્રંથોમાં વિશ્વની વ્યવસ્થા સમજાવી છે. ‘તત્ત્વાર્થસૂત્રઉપરની અકલંકદેવની ‘રાજવાર્તિક'
નામે વિશદતમ વિવેચના છે અને “ભગવતીસૂત્ર', “તિલોયાન્નત્તિ' વગેરે ગ્રંથો પણ ઉલ્લેખનીય છે. વર્તમાન યુગમાં પૂજ્ય સહજાનંદજી મહારાજે લખેલી ટીકાઓ પણ કાંઈક વધુ અધિકૃત અને પઠનીય ગણાય છે. ઉપરાંત કુંદકુંદાચાર્યજીના મુખ્યતઃ નિયમસાર”, “પંચાસ્તિકાય’, ‘સમયસાર’ અને ‘પ્રવચનસાર’ જેવા ગ્રંથો મૂલ્યવાન ગણાયા છે. શ્રી હેમચંદ્રાચાર્યજીએ નવા રચેલા આ તમામ ગ્રંથો આપણા ધર્મપથને દીવાદાંડીરૂપ બની રહ્યા છે. વિક્રમની વીસમી સદીમાં જૈન સંસ્કૃતિએ જે વિરાટ છલાંગ ભરી તેમાં વિજય રાજેન્દ્રસૂરિજીએ સંયોજિત કરી આપેલું અદ્વિતીય પ્રદાન
અભિધાન રાજેન્દ્રકોષ’ છે. સં. ૧૯૪૬માં તેમણે આ કોષનું કામ આવ્યું. સાત આ.હેમચંદ્રાચાર્યજી
ભાગમાં અને ૧૦૫૬૬ પૃષ્ઠોમાં પ્રકાશિત આ કોષ વિશ્વકોષ સમાન ગણાય છે. - મલ્લવાદીસૂરિએ કાદશાર નયચક્ર' જેવો વિસ્તૃત ન્યાયગ્રંથ રચ્યો. હરિભદ્રસૂરિજીએ ‘પદર્શન સમુચ્ચય', “અનેકાંત જયપતાકા', “લલિત વિસ્તરા' આદિ ગ્રંથો રચ્યા. સિદ્ધસેન દિવાકરજીએ “સન્મતિ તર્ક અને સિદ્ધર્ષિ ગણિએ “ઉપમિતિ ભવપ્રપંચા' જેવા વિશાળકાય રૂપકથાઓ સર્જી. જિનચંદ્રસૂરિજીએ વૈરાગ્યસંવેગથી ભરપૂર સંવેગ રંગશાળા રચી. અભયદેવસૂરિએ નવ અંગો પર ટીકા રચી. શીલાંકાચાર્યે “ચઉપનમહાપુરુષચરિય' જેવા ગ્રંથોમાં મહાપુરુષોના જીવનચરિત્ર આલેખ્યા. શ્રી હેમચંદ્રાચાર્યે પ્રાકૃતજયાશ્રય મહાકાવ્ય', “સિદ્ધહેમ વ્યાકરણ', ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર', ‘યોગશાસ્ત્ર' આદિ અનેક ગ્રંથોનું નિર્માણ કરી જૈનસંઘની અપૂર્વ સેવા કરી. મધ્યકાળમાં ઉપાધ્યાય યશોવિજયજીએ સંસ્કૃત, પ્રાકૃતની સાથે ગુજરાતી ભાષામાં ગ્રંથરચના કરી. તેમના સવાસો, દોઢસો, સાડાત્રણસો ગાથાના સ્તવનો અને ‘દ્રવ્ય, ગુણ, પર્યાયનો રાસ' આદિ મહત્વપૂર્ણ ગ્રંથો છે. વિનયવિજયજી અને ઉપાધ્યાય યશોવિજયજીએ સાથે મળી “શ્રીપાળરાસ' રચ્યો, જે આજે ઓળીમાં વંચાય છે. વિનયવિજયજીએ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org