________________
ઝળહળતાં નક્ષત્રો
બની વ્યવહારમાં આવી જાય છે. આચાર્ય ધર્મઘોષસૂરિજીનો ઉપદેશ સાંભળી હરિફેણ ચક્રીએ પોતાના ધનભંડારમાંથી દરેક ગામે જિનાલયો બંધાવ્યા, ઠાઠથી પ્રતિષ્ઠા કરાવી અંતે રાજ્ય છોડી સંયમ લઈ કેવળી બની મોક્ષે ગયા.
અનાદિકાળથી જીવાત્માએ જે અવળા પુરુષાર્થો દ્વારા પાપો પેદા કર્યા છે, તેને દૂર કરી શુદ્ધ-બુદ્ધ-પ્રબુદ્ધ કે પવિત્ર બનવા માટે કાયિક, વાચિક અને માનસિક ક્રિયાઓ સાથે પ્રતિક્રમણ, પડિલેહણ, પાદવિહાર, વેયાવચ્ચાદિ અનુષ્ઠાનો ભગવંતે બનાવ્યાં છે. તે વિધિ-વિધાનોની વિવિધતામાં અટવાઈ ન જઈ, શુભ અને શુદ્ધ ભાવો સુધીનાં લક્ષ્યો આંબવાનાં છે. તે માટેના બે મંત્ર સમાન સિદ્ધાંતો છે. હિંસા પરમો ઘર્ષ: -
: પ્રથમ ઘર્ષ: જિનેશ્વર કથિત આચારસંહિતાઓ લોકોત્તર મર્યાદાઓ ગણાય છે, તેમાં જ બ્રહ્મચર્યની નવ વાડો કે નવપદજી અથવા નવકારની આરાધના વિધિમાર્ગની ગોઠવણો ગણધરોએ કરેલી છે. કોઈ પણ જીવને પીડા કે દુઃખ ન પહોંચે તેવું જીવન સંયમી સાધકોનું હોય છે.
ગૃહસ્થો માટે પર્વતિથિ ઉપાસના, ખાનપાન મર્યાદાઓ, વસ્ત્રપરિધાન અને વસતી વસવાટ, વ્યાપારવિનિમય વ્યવહાર નોખા હોય છે, જ્યારે જૈન શ્રમણો માટેના સર્વજ્ઞ વિધિ-વિધાનો સાવ અનોખાં હોય છે. સ્વાધ્યાય, ધ્યાન, આત્મચિંતન, અધ્યાત્મયોગ, નિઃસંગતા અને નિઃસ્પૃહતા વગેરે સાથે શારીરિક પ્રતિકૂળતાઓ કે પરિષહો વચ્ચે પણ માનસિક સમતા વગેરેના વ્યાપારથી યુક્ત સાધુજીવનને પામનારા ઓછા જીવો હોય છે. છતાંય “શ્રેષ્ઠતમં શામળ્યું ગતિરમળીયં" કહેવાય છે, જેની તુલનામાં ઇન્દ્રો અને ચક્રવર્તીઓનાં ભોગસુખો પણ કોઈ વિસાતમાં આવી શકતા નથી.
નિશ્ચયલક્ષી વ્યવહારધર્મ સાથે ઉત્સર્ગલક્ષી અપવાદમાર્ગ દ્વારા સ્વાદુવાદ, અનેકાંતવાદ, અહિંસાવાદ અને અપરિગ્રહવાદથી જિનધર્મ ગૌરવસ્થાને ગણનાપાત્ર બની ગયો છે. તેમાંય પંચપરમેષ્ઠિ પદે બિરાજતા સાધુ ભગવંતોમાં કોઈ જ્ઞાની તો કોઈક તપસ્વી, કોઈક શાસનપ્રભાવક તો કોઈક સવિશુદ્ધ આરાધક જોવા મળે છે. પરિણત પર્યાયધારી શ્રમણોમાં કોઈક સામૂહિકરૂપે વિચરતા જોવા મળશે તો કોઈક એકાકી અને અનાસક્ત યોગી જેવા અવધતો પણ વર્તમાનમાં વિહરતા દેખાશે. યશનામકર્મધારી અમુક સંયમીઓનાં નામકામ જિનશાસનના ગગને ગાજતાં થાય છે, જ્યારે કોઈક તો જાણે નામનાની કામના વગર જ સંયમજીવન જીવી ગયાના જ્વલંત દષ્ટાંતો જોવા મળે છે. છતાંય અઢીદ્વીપમાં વિચરતા, પ્રતિદિન છ આવશ્યકો દ્વારા કે પ્રતિક્રમણ, આલોચનાઓ કે પરિણતિ દ્વારા આત્મશુદ્ધિને વરતા તમામ મુનિરાશે રસવા મોરી વંવના પૂ. પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર મહારાજશ્રીએ નિશ્ચય-વ્યવહાર સંબંધે આ ગ્રંથમાં ઠીક પ્રકાશ પાથર્યો છે.
બીજી તરફ શ્રમણોપાસકો દ્વારા સુચવાયેલ પરમાત્મભક્તિ અનષ્ઠાનો. મહામંત્ર નવકાર જાપનાં વિધિવિધાનો, સ્તુતિઓ-સ્તવનો-સન્ઝાયો કે નાવસ્મરણ જેવા સ્તોત્રપાઠો અને શ્રમણો પ્રતિ અનુપમ આદર અપાતા મહદ્ દાનાદિ કાર્યો દ્વારા પણ શાસનની ગરિમા ચોતરફ ગાજી રહી છે. એક મુનિરાજે સમડીને શાશ્વત મંત્ર સંભળાવતાં દિલ નવકાર ઉપર ચોટ્યું અને બીજા ભવે સિંહલદ્વીપના રાજાને ત્યાં સુદર્શના નામની કુંવરીરૂપે જન્મી. પશુપંખીઓ પણ સદ્ગતિ પામી શકે છે. છેલ્લા અમુક વરસોમાં બદલાઈ ગયેલી સામાજિક, વ્યાવહારિક, વ્યાપારિક અને રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે પણ અનેક પ્રકારની કુશળતાથી જિનશાસન-જિનાલયો-જિનાગમો કે જૈનસંઘની રક્ષાર્થે તન-મન-ધનનો ત્રિવિધ ભોગ આપનારા શ્રાવકો આજે પણ જોવા મળે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org