________________
જિન શાસનનાં
ભલું જીવ્યું બની રહો એટલી જ આશા અપેક્ષા છે. અમારા હાથે આ એક અદ્ભુત પ્રસાદીરૂપ કાર્ય થયાનો અમને પૂર્ણ સંતોષ છે. શાંતિ, શ્રદ્ધા, શૌર્ય, શક્તિથી શોભતા ધર્મશાસનને લાખ લાખ વંદનાઓ.
હમણાં જ સં. ૨૦૬૧ના શુભ વર્ષમાં ૨૦૦ જેટલા યુવક યુવતીઓએ દીક્ષા અંગીકાર કરી. આ ૨૦૦ દીક્ષિતોમાં મુંબઈ વાલકેશ્વરની ૨૦ વર્ષની નવયુવાન કોલેજીયન કન્યા કોમલકુમારીની દીક્ષામાં પૂ. ગચ્છાધિપતિ આ.શ્રીવિજય હેમભૂષણસૂરીશ્વરજીની નિશ્રામાં તેમના ધનવાન પિતાએ ત્રણ કરોડ ખર્ચ કરી ત્યાગધર્મનો જયજયકાર કરાવ્યો.
પુણ્યપ્રતાપી પૂર્વજો અને વર્તમાન ગુરુવર્યોના અનરાધાર આશિષની વરસેલી હેલી તથા નવા નવા જિનમંદિરોના દર્શનાર્થે મારી સતત આવન-જાવન અને જૈનાચાર્યોનો સતત સહવાસ એ મારા પ્રેરક બળ બની રહ્યાં. આત્માને પરમાત્મા બનાવનાર સર્વાર્થસિદ્ધ સિદ્ધાચલગિરિ મારી જન્મભૂમિ જેની તારકતા રૈલોક્ય વિખ્યાત છે. જેની મહાનતાને વર્ણવવા કૈવલ્યજ્ઞાનીઓ પણ અસમર્થ છે. પાલિતાણાની એ ભૂમિનો ખોળો ખુંદીને હું મોટો થયો. ભૂતકાળના મારા એ સોનેરી દિવસો કલ્પવૃક્ષ કે કામકુંભથી એ અદકેરા મૂલ્યવાન ગણું છું.
અનેક પ્રકારી વિધિ-વિધાનો
સંસાર આખોય છે પાપશાળા. ચારગતિ અને ચોરાશી લાખ જીવાયોનિના વિકટ બ્રમણોથી દૂષિત તથા વ્યાધિ-વિડંબનાઓ અને વિષમતાઓથી વ્યાપ્ત તે અપાર સંસારની પેલે પાર છે મોક્ષ. જ્યાં પહોંચી ગયા પછી સદાય માટે જન્મ, જરા, મૃત્યુના ફેરા બંધ
થાય છે, ઉપરાંત જીવાત્મા શાશ્વત સુખધામમાં નિરંજન-નિરાકાર-નિરામય બની જાય છે. આચાર્ય મુનિચંદ્રસૂરિજીએ શ્રીપાળ-મયણાસુંદરીને સિદ્ધચક્રનું આરાધન બતાડ્યું.
મુક્તિને સાધવા લક્ષ્યો પણ ખૂબ જ ઊંચાં રાખવાં પડે છે. સાધુપદથી સિદ્ધપદ સુધીની તે લાંબી સફરને સરળ નિષ્કટક અને સફળ બનાવવા માટે જ સર્વજ્ઞ પરમાત્માએ સર્વવિરતિધરો અને દેશવિરતિધરો માટેના જીવનાચારની ઝીણી ઝીણી બાબતો પણ પ્રવચન, આગમ કે આચરણ દ્વારા પ્રરૂપિત કરી દીધી છે. તીર્થકરોએ સત્યધર્મને ફક્ત ઉપદેશ્યો જ નથી પણ આચર્યો પણ છે. તેઓશ્રીનો અંત્યસંદેશ છે કે “ને વિરામો ગાય, તે તે સવારે વાયબ્ધ” સંયમીઓ માટે ખાસ ઉપદેશ છે “મુદતમવ બો પમાયણ” તથા ગૃહસ્થો માટે સંકેત છે “પરિણામો પપ્પા વસબ્રિજ્ઞા ”
સાંસારિકો જન્મ લે છે, નિશાળ, કોલેજમાં ભણે, લગ્ન કરે, સંતાનપ્રાપ્તિ થાય, તેના ભરણપોષણમાં વૃદ્ધાવસ્થા આવી જાય અને જીવનાંતે સંસાર ચલાવવા સંતાનોને વારસો સોંપતા જાય, પણ પરલોકે જનારનું સ્વયંનું ભલું ન પણ થાય કે આત્મા દુર્ગતિમાં ભટકી પણ જાય. તેથી વિપરીત આ જ કર્દમસમા કપરા સંસારમાં જન્મી, પૂર્વભવોના સંસ્કાર થકી સંસારસુખોનો ત્યાગ કરી કે પૈસા અને પરિવાર, રૂપ-રૂપિયા કે કંચન-કામિનીઓને પણ ત્યજી સંસારવાસથી વિમુખ, ઉદાસીન અને વૈરાગી બનનાર વિરક્તાત્મા અન્યને જન્મ આપવામાં નિમિત્ત પણ ન બની, પોતાના જ જન્મો ઉચ્છેદી સાધુપદથી સિદ્ધગતિ સુધીની સફળ સફર આદરે છે, તે વિશ્વ-વંદનીય, જડ જગતના આકર્ષણોથી પર શ્રમણો જીવ-જગત ઉપર સીધો જ ઉપકાર કરનારા બને છે. તેથી જ તો એક જીવ સિદ્ધ બનતાં જ બરાબર કોઈક એક જીવ નિગોદની અવ્યવહાર રાશિમાંથી મુક્ત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org