Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० भेदसम्बन्धपक्षेऽनवस्थापादनम् ।
२५३ જો* (તેહ) દ્રવ્યનઈ વિષઈ ગુણ-પર્યાયનો સમવાય નામઇ ભિન્ન સંબંધ કલ્પિઈ, તો તેહને પણિ 31 સંબંધોતર ગવેષણા કરતાં* અનવસ્થાદોષનું બંધન થાઈ. જે માટઇં ગુણ-ગુણીથી અલગો સમવાય સંબંધ કહિયછે તો તે સમવાયનઈ પણિ અનેરો સંબંધ જોઈઈ, તેહનઈં પણિ અનેરો. ઇમ કરતાં કિહાંઇ ઠહરાવ स्मर्तव्यम्।
इदमत्राकूतम् - अनलस्य अयोगोलकभिन्नत्वाद् अनलपरिणामस्य अयोगोलकापेक्षया परपरिणामता प्रोच्यते । तथापि अतितप्ताऽयोगोलकं दृष्ट्वा ‘अग्निपरिणतोऽयम् अयस्पिण्डः' इति प्रतीत्या अनलपरिणामेऽनलकालगर्भिता अयोगोलकविशेषणता अयोगोलके च तादृशी अग्न्याधारता सिध्यति । म इत्थं स्वसमानकालीनविशेषणतालक्षणस्वरूपसम्बन्धेन अयस्पिण्डस्य अग्निपरिणामविशिष्टतया अनला-र्श ऽयस्पिण्डयोः अग्निकाले कथञ्चिदभेदः शास्त्रकृतां सम्मत इत्यवधेयम् ।। ___ यदि द्रव्ये गुण-पर्याययोः समवायाभिधानः गुण-गुणितः पर्याय-पर्यायितश्च एकान्तभिन्नः सम्बन्धः । कल्प्यते तदा इत्थं विभेदकल्पने = सम्बन्धभेदाभ्युपगमे तत्राऽपि सम्बन्धान्तरगवेषणेऽनवस्था
પ્રામાણિી પ્રચતે દિ = પવ, “દિ દેતાવવધારો” (૩../ર૧૭/9.૪૪૩) રૂતિ ૩મોશ- ) ! રક્ત-શ્વેતાદિ ભાવથી અભિન્ન જ હોય છે.” દિગંબર કુંદકુંદસ્વામી દ્વારા રચિત પ્રવચનસાર ગ્રંથનું વચન પણ અહીં સ્મરણ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “જે સમયે જે સ્વભાવથી દ્રવ્ય પરિણમે છે તે સમયે તે દ્રવ્ય તે જ સ્વભાવમય થઈ જાય છે.”
કાળગર્ભિત વિશેષણતાની સ્પષ્ટતા ક્ય - (મ.) અહીં તાત્પર્ય એ છે કે અયોગોલક માટે અગ્નિ પરદ્રવ્ય છે. તેથી અગ્નિપરિણામ અયોગોલક માટે પરપરિણામ કહેવાય. છતાં લાલચોળ તપેલાં લોખંડના ગોળાને જોઈને “અગ્નિપરિણત (= અગ્નિપરિણામવિશિષ્ટ) અયોગોલક' - આવી પ્રતીતિથી લોખંડના ગોળાની અગ્નિકાળગર્ભિત વિશેષણતા અગ્નિપરિણામમાં સિદ્ધ થાય છે. તથા અગ્નિકાળગર્ભિત અગ્નિની આધારતા અયોગોલકમાં સિદ્ધ થાય છે છે. એટલે સ્વસમાનકાલીનવિશેષણતાલક્ષણ સ્વરૂપસંબંધથી અગ્નિપરિણામવિશિષ્ટ અયોગોલક બને છે. તો આ રીતે અગ્નિ અને અયોગોલક વચ્ચે અગ્નિ સમયે કથંચિત્ અભેદને શાસ્ત્રકારોએ માન્ય કરેલ છે.
જ અતિરિક્ત સમવાય સંબંધનું નિરાકરણ (કિ.) જો દ્રવ્યમાં ગુણનો અને પર્યાયનો સમવાય સંબંધ માનવામાં આવે તથા તે સમવાય સંબંધને ગુણ-ગુણીથી અને પર્યાય-પર્યાયીથી એકાંતે ભિન્ન, સ્વતંત્ર પદાર્થ માનવામાં આવે તો તે સમવાયને દ્રવ્યમાં રહેવા માટે નવા સંબંધની આવશ્યક્તા રહેશે અને તે નવા સંબંધને પણ ત્યાં રહેવા માટે અતિરિક્ત સંબંધની આવશ્યકતા પડશે. આમ અતિરિક્ત સંબંધની કલ્પના કરવામાં અપ્રામાણિક અનવસ્થા દોષ લાગુ પડશે જ. મૂળ શ્લોકમાં રહેલ “દિ' શબ્દ અહીં અવધારણ = જકાર અર્થમાં વપરાયેલ છે. કેમ કે “દિ' શબ્દ હેતુ અને અવધારણ અર્થમાં અમરકોશમાં જણાવેલ છે. અહીં અનવસ્થા આ રીતે * આ.(૧)માં “ગુણ-ગુણી પ્રમુખનઈ...” પાઠ. *..ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨)+ આ.(૧)માં છે. જે આ.(૧)માં “...પાશનો બંધ’ પાઠ. * પુસ્તકોમાં “ઠઈરાવ” પાઠ. કો.(૧૨)+આ.(૧)નો પાઠ લીધો છે.