Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२९६
* सतोऽभिव्यक्तिः
शक्यकरणात् कारणभावाच्च सत्कार्यम्” (सा.का. ९) इति ।
रा
एतदुपरि वाचस्पतिमिश्रकृत-साङ्ख्यतत्त्वकौमुदीव्याख्यालेशस्त्वेवम् – “ ( १ ) असच्चेत् कारणव्यापारात् पूर्वं कार्यम्, नाऽस्य सत्त्वं कर्तुं केनाऽपि शक्यम् । न हि नीलं शिल्पिसहस्रेणाऽपि पीतं कर्तुं शक्यते।
‘સવસત્ત્વ ઘટસ્ય ધર્મો' તિ શ્વેત્ ?
र्श
तथापि असति धर्मिणि न तस्य धर्म इति सत्त्वं तदवस्थमेव, तथा च नाऽसत्त्वम् । असम्बद्धेनाऽतदात्मना चाऽसत्त्वेन कथमसन् घटः । तस्मात् कारणव्यापारादूर्ध्वमिव ततः प्रागपि सदेव कार्यमिति । कारणाच्चाऽस्य सतोऽभिव्यक्तिरेवाऽवशिष्यते ।
]
૩/
सतश्चाऽभिव्यक्तिरुपपन्ना। यथा पीडनेन तिलेषु तैलस्य, अवघातेन धान्येषु तण्डुलानाम्, दोहनेन
વસ્તુ ઉત્પન્ન થતી નથી. (૨) ઉપાદાનકારણને ગ્રહણ કરવું પડે છે. (૩) સર્વ વસ્તુમાંથી સર્વ વસ્તુ ઉત્પન્ન થઈ શકતી નથી. (૪) શક્તિમાન પદાર્થથી જ શક્ય વસ્તુ ઉત્પન્ન કરી શકાય છે. તથા (૫) કાર્ય ઉપાદાનકારણાત્મક છે. માટે કાર્ય સત્ છે.’
(હ્તવુ.) ખગ્દર્શનવિશારદ વાચસ્પતિમિશ્ર સાંખ્યકારિકાની સાંખ્યતત્ત્વકૌમુદી વ્યાખ્યામાં ઉપરોક્ત શ્લોકનું વિવરણ કરતાં જણાવે છે કે “(૧) કુંભાર આદિ કર્તા સ્વરૂપ કારણની પ્રવૃત્તિ પૂર્વે ઉપાદાનકારણમાં કાર્ય અસત્ હોય તો કોઈ પણ વ્યક્તિ તેને સત્ ન કરી શકે. કારણ કે હજારો શિલ્પીઓ પણ નીલરૂપને પીતવર્ણરૂપે કરવા શક્તિમાન નથી.
નૈયાયિક :
:- (‘સવ.) ‘ઘટ: સન્, ઘટઃ અસન્' ઈત્યાદિ પ્રતીતિ દ્વારા સત્ત્વ-અસત્ત્વ ઘડાના ગુણધર્મ તરીકે સિદ્ધ થાય છે. તેથી કારણવ્યાપારપૂર્વે વિદ્યમાન એવો ઘટવૃત્તિ અસત્ત્વ ધર્મ કારણસન્નિધાનથી નાશ પામે છે અને ઘડામાં સત્ત્વધર્મ ઉત્પન્ન થાય છે. આવું અમારું (= અસત્કાર્યવાદી તૈયાયિકાદિનું) માનવું છે. શશશૃંગમાં સત્ત્વ-અસત્ત્વ ગુણધર્મ રહેતા ન હોવાથી શશશૃંગની ઉત્પત્તિ થવાની આપત્તિ આવશે નહિ.
[]
સાંખ્ય :- (તાવિ.) સત્ત્વને અને અસત્ત્વને ઘડાના ગુણધર્મો માનવામાં આવે તો પણ ઘટસ્વરૂપ ધર્મી જો માટીમાં પૂર્વે અસત્ હોય તો ઘડાના ગુણધર્મ તરીકે સત્ત્વને કે અસત્ત્વને કહી જ ન શકાય. ઘડો જ જો હાજર ન હોય તો સત્ત્વ-અસત્ત્વ કોના ગુણધર્મ બને ? તેમ છતાં જો અસત્કાર્યવાદી ઘટોત્પત્તિની પૂર્વે માટીમાં ઘડાને અસત્ માને તો તે અસત્ત્વ ગુણધર્મના આધારરૂપે ઘડાને કુંભારપ્રવૃત્તિની પૂર્વે માટીમાં માનવો જ પડશે. આ રીતે તો કુંભારવ્યાપારની પૂર્વે પણ ઘડો હાજર = સત્ સિદ્ધ થઈ જ ગયો. તેથી ઘટને પૂર્વે અસત્ કહી નહિ શકાય. અસત્ત્વ તો ઘટની સાથે અસંબદ્ધ છે અને ઘટાત્મક નથી. તેથી તાદશ અસત્ત્વ દ્વારા ઘડાને અસત્ કઈ રીતે કહી શકાય? તેથી માનવું જોઈએ કે કુંભાર વગેરે કર્તાની પ્રવૃત્તિ પછી જેમ ઘડો વગેરે કાર્ય સત્ હોય છે, તેમ તેની પ્રવૃત્તિ પૂર્વે પણ ઘટાદિ કાર્ય સત્ છે. માટે ઉપાદાનકારણમાં સત્ એવા કાર્યની કર્તા દ્વારા અભિવ્યક્તિ જ થવાની બાકી રહે છે. * સત્ની અભિવ્યક્તિ
(સત.) વિદ્યમાન વસ્તુની અભિવ્યક્તિ માનવી તે યુક્તિસંગત પણ છે. જેમ કે તલમાં વિદ્યમાન તેલની તલને પીલવાથી અભિવ્યક્તિ થાય છે. (પરંતુ ઉત્પત્તિ નહિ.) ડાંગરમાં વિદ્યમાન ચોખાની ડાંગરને ખાંડવાથી અભિવ્યક્તિ થાય છે. ગાયમાં વિદ્યમાન દૂધની ગાયને દોહવાથી અભિવ્યક્તિ થાય છે. આમ