Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४२२ ० स्यादेकान्तः स्यादनेकान्तः ।
૪/૨ यद्वा स्वरूपत एवाऽनेकान्तस्यैकान्तप्रतिषेधेनानेकान्तरूपत्वात् ‘स्यादेकान्तः', 'स्यादनेकान्तः' इति कथं नाऽनेकान्तेऽनेकान्तोऽपि। अनेकान्तात्मकवस्तुव्यवस्थापकस्य तद्व्यवस्थापकत्वं स्वयमनेकान्तात्मकत्वमन्तरेणा
ऽनेकान्तस्याऽनुपपन्नमिति न तत्राऽव्यापकत्वादिदोष इत्यसकृदावेदितमेव” (स.त. काण्ड ३, गा. २७, पृ. ને દુરૂ૮) તિા
તેના ગર્ભમાં તમે જે અનેકાંત પ્રદર્શિત કરો છો, તેમાં પણ તમારે અનેકાંત માનવો પડશે. પરિણામ સ્વરૂપે એક નવો અનેકાંત ફલિત થશે. તેને પણ તમે અનેકાંતગર્ભિત બતાવશો તો તે ગર્ભિત અનેકાંતમાં પણ અનેકાંત માનવું પડશે. આ રીતે અનેકાંતમાં પણ અનેકાંત, તેમાં પણ અનેકાંત...અંત જ નહીં આવે' - તો પણ તમારી આ વાત વ્યાજબી નથી, કેમકે અહીં અનેકાંતમાં અનેકાંત બતાવવા પાછળ તાત્પર્ય એ છે કે અનેકાંત તો પરસ્પરતાપેક્ષ એવા અનેક એકાંતથી ગર્ભિત હોય છે. તેનો મતલબ આવું તો ક્યારેય ન થાય કે અનેકાંત સ્વભિન્ન એક નવા અનેકાંત પર અવલમ્બિત હોય. અન્ય અનેકાંતથી નિરપેક્ષ જ અનેકાંતનું પોતાનું સ્વરૂપ હોય છે. અનેકાંત પોતાના સ્વરૂપથી જ અનેકાંતાત્મક હોય છે. માટે અનેકાન્તમાં અન્ય અન્ય અનેકાંતની અપેક્ષાથી સંભવિત અનવસ્થાને કોઈ જ અવકાશ નથી.
> અનેકાન્તમાં અનેકાન્ત ) (યદા.) અથવા, જ્યારે અનેકાંતનું સ્વરૂપ જ એકાંતનિષેધાત્મક છે તો અનવસ્થાને અવકાશ જ છે ક્યાંથી રહે? એકાંતનિષેધ જ અનેકાંતની અનેકાંતસ્વરૂપતા છે. નવા કોઈ અનેકાંતને લાવી અનેકાંતરૂપતાનું વા ઉપપાદન કરવાનું જ નથી. તો પછી અનવસ્થા ક્યાંથી આવે ? અનેકાંતનું સ્વરૂપ “ચાત્ મને?'
છે. આનાથી ફલિત થાય છે “ચાત્ ક્રાન્તોડ”િ અર્થાત્ કથંચિત એકાંત છે અને કથંચિત્ અનેકાંત રી છે. આ રીતે અનેકાંતના ભાંગાઓમાં સ્વયં જ અનેકાંત વ્યક્ત થાય છે. તેથી “અનેકાંતમાં અનેકાંત
છે' - આવું કહેવામાં શું દોષ છે ? બીજી વાત એ છે કે જ્યારે કોઈ પણ વસ્તુનું સ્વરૂપનિર્ધારણ અન્યથાનુપપત્તિથી ફલિત થાય છે, ત્યારે તેમાં કલ્પિત દોષો માટે સ્થાન નથી રહેતું. કેમ કે અન્યથાઅનુપપત્તિ બધા કરતાં ચડીયાતી છે. પ્રસ્તુતમાં વસ્તુમાત્રમાં અનેકાંતાત્મકતાની સ્થાપના કરનાર જે અનેકાંતવાદ) છે તે સ્વયં જો અનેકાંતાત્મક ન હોય તો તેનાથી વસ્તુમાત્રમાં અનેકાંતાત્મકતાની સ્થાપનાનો સંભવ જ નથી. આમ વસ્તુમાં અનેકાંતાત્મક્તાની સ્થાપનાની અન્યથાઅનુપપત્તિથી જ્યારે અનેકાંતમાં અનેકાંતાત્મક્તા સિદ્ધ થતી હોય તો ત્યાં અવ્યાપકતા કે અનવસ્થાદિ દોષ નિસ્તેજ છે.”
અનેકાંત પણ અનેકાંતસ્વરૂપ & સ્પષ્ટતા :- જીવાભિગમસૂત્રમાં “TMમા સિગા સીસ, શિક્ષા મસાલા” આ પ્રમાણે કહેવા દ્વારા એવું જણાવે છે કે રત્નપ્રભા પૃથ્વી કથંચિત શાશ્વત છે તથા કથંચિત્ અશાશ્વત છે. આમ ગ્રાહ્યસંબંધી = પ્રમેયસંબંધી અનેકાંતરૂપતાનો સિદ્ધાંત જણાવેલ છે. તથા “વ્યથા, સાસયા, વક્તવલ્યાણ માયા” આ સૂત્ર રત્નપ્રભા પૃથ્વીને દ્રવ્યાર્થિકનયથી શાશ્વત તથા પર્યાયાર્થિકનયથી અશાશ્વત જણાવે છે. અર્થાત્ નયની અપેક્ષાએ પ્રમેયાત્મક પૃથ્વીમાં એકાંત છે, નિયતરૂપતા છે. પ્રથમ સૂત્ર પ્રમાણસ્વરૂપ છે. દ્વિતીય સૂત્ર નયસ્વરૂપ છે. આમ પ્રમાણની અપેક્ષાએ પ્રમેયની અનિયતરૂપતા = અનેકાંત છે. તથા નયની અપેક્ષાએ પ્રમેયની નિયતરૂપતા = એકાંત છે. આથી અનેકાંત પણ સર્વથા એકાંતસ્વરૂપ