Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५३८ • सकलादेशस्वरूपपरामर्शः ।
४/१४ तदभिन्नतया शेषा अनन्ता धर्माः प्रतिपादिता भवन्तीत्यङ्गीक्रियते । इयमभिन्नता हि कालाद्यष्टकप सापेक्षा। अतः कालादिदृष्ट्या द्रव्य-गुणाद्यभेदगोचरशक्ति-लक्षणाभ्यां द्रव्यार्थिक-पर्यायार्थिकनयद्वय
सहकारेण एकमेव यत् पदमुच्चार्यमाणमेकदा अनन्तधर्मात्मकं वस्तु बोधयति तत् सकलादेश उच्यते । युगपदुभयनयसमाहारेणाऽयं प्रमाणरूपताम् आपद्यते । इत्थं कालाद्यष्टकवशात् सकलादेशस्वरूपं लब्धात्मलाभमवसेयम्। शे इदमेवाऽभिप्रेत्य रत्नाकरावतारिकायाम् “अभेदवृत्त्यभेदोपचाराभ्यां कृत्वा प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकस्य क वस्तुनः समसमयं यदभिधायकं वाक्यं स सकलादेशः प्रमाणवाक्याऽपरपर्यायः” (रत्ना.४/४४) इत्युक्तम् ।
द्रव्य-गुणाद्यभेदप्रतिपादने द्रव्यार्थिकः प्रधानवृत्त्यपराभिधानां शक्तिं पर्यायार्थिकश्च उपचारापराभिधानां लक्षणामाश्रयते। तभेदप्रतिपादने तु द्रव्यार्थिकः लक्षणां पर्यायार्थिकश्च शक्तिम् आश्रयते ।
सकलादेशे वस्तु-तद्धर्माऽभेदविवक्षया युगपन्नयद्वयप्रवर्तनं वस्तुसाकल्यप्रतिपादनञ्च सम्मतम् । विकलादेशे तु वस्तु-तद्धर्मभेदविवक्षणेन क्रमशो नयद्वयप्रवर्तनं वस्त्वंशमात्रप्रतिपादनञ्च सम्मतमिति ગુણધર્મનું પ્રતિપાદન થયું અને તેનાથી અભિન્ન હોવાના કારણે શેષ ગુણધર્મોનું પણ પ્રતિપાદન થઈ ગયું – તેમ માનવામાં આવે છે. આ અભિન્નતા કાલાદિસાપેક્ષ છે. આથી પૂર્વોક્ત રીતે કાલાદિની દૃષ્ટિથી દ્રવ્ય-ગુણાદિમાં અભેદસંબંધી શક્તિ દ્વારા પ્રવૃત્ત થનાર દ્રવ્યાર્થિકનયના સહકારથી અને દ્રવ્ય-ગુણાદિમાં અભેદસંબંધી લક્ષણા દ્વારા પ્રવૃત્તિ કરનાર પર્યાયાર્થિકનયના સહકારથી, બોલાતું એક જ પદ એકસાથે અનંતધર્માત્મક વસ્તુનો અર્થાત્ વસ્તુગત અનન્તધર્માત્મકતાનો બોધ કરાવે છે. આવું પદ (= જે શબ્દને છેડે વિભક્ત લાગેલ હોય તે શબ્દ) એ જ સકલાદેશ કહેવાય છે. એકીસાથે બન્ને નયનો સમન્વય કરવાથી સકલાદેશ પ્રમાણરૂપ બને છે. આમ કાલ આદિ આઠ તત્ત્વને આધારે તકલાદેશનું સ્વરૂપ અસ્તિત્વ વ ધરાવે છે - તેમ સમજવું. અહીં શક્તિ દ્વારા દ્રવ્યાર્થિકનય અને લક્ષણો દ્વારા પર્યાયાર્થિકનય એકીસાથે
દ્રવ્ય-ગુણાદિ વચ્ચે અભેદ સાધીને વસ્તુની અનધર્માત્મકતાનું વિધાન કરે છે. 24 (રૂ.) આ જ અભિપ્રાયથી રત્નાકરાવતારિકા ગ્રંથમાં જણાવેલ છે કે “અભેદવૃત્તિ અને અભેદઉપચાર
વડે કરીને પ્રમાણ સ્વીકૃત અનન્તધર્માત્મક વસ્તુને એકીસાથે જે વાક્ય જણાવે તે સકલાદેશ કહેવાય છે. તેનું બીજું નામ પ્રમાણવાક્ય છે.” દ્રવ્ય-ગુણાદિમાં અભેદનું પ્રતિપાદન કરવામાં દ્રવ્યાર્થિકનય શક્તિનો આશ્રય કરે છે તથા પર્યાયાર્થિકનય લક્ષણાનો આશ્રય કરે છે. શબ્દશક્તિનું બીજું નામ પ્રધાનવૃત્તિ પણ છે. લક્ષણાનું બીજું નામ ઉપચાર અથવા જઘન્યવૃત્તિ પણ છે. તથા દ્રવ્ય-ગુણાદિમાં ભેજનું પ્રતિપાદન કરવામાં આવે તો દ્રવ્યાર્થિકનય લક્ષણાનો અને પર્યાયાર્થિકનય શક્તિનો આશ્રય કરે છે.
! સકલાદેશ-વિકલાદેશ વચ્ચે તફાવત છે (સત્તા.) સકલાદેશમાં વસ્તુ અને તેના અનન્ત ગુણધર્મો વચ્ચે અભેદની વિવેક્ષા હોય છે. તથા તેવી વિવેક્ષાથી એકીસાથે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયની પ્રવૃત્તિ સકલાદેશમાં થાય છે. તેમ જ સકલાદેશ વસ્તુનું સાકલ્ય = સંપૂર્ણપણું દર્શાવે છે. આ રીતે શાસ્ત્રકારોને સંમત છે. જ્યારે વિકલાદેશમાં તો પદાર્થ અને તેના ગુણધર્મો વચ્ચે ભેદની વિવેક્ષા હોય છે. તથા તેવી ભેદવિવક્ષાથી ક્રમશઃ દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક