Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५/१६
औपाधिकभावानाम् उपेक्षा
अण्णयदव्वत्थिओ भणिओ । । ” (न.च.२४ ) इत्युक्तम् । अस्या अपि गाथायाः सोपयोगित्वादस्माभिः व्याख्या क्रियते । तथाहि - 'णिस्सेससहावाणं = निःशेषस्वद्रव्यस्वभावकेषु स्वकीयसकलगुण- पर्यायेषु, प दव्व-दव्वेदि 'द्रव्यं द्रव्यमिति अण्णयरूवेण
अन्वयरूपेण दव्वठवणो
= द्रव्यस्थापनः =
=
द्रव्यस्थापनाकारक इति यावत् तात्पर्यं हिः यस्मात् जो सोऽन्वयद्रव्यार्थिको भणिओ भणित' इति सङ्क्षेपार्थः ।
=
-
=
=
६५९
यः सो अण्णयदव्वत्थिओ
=
इदमत्राकूतम् अर्थं प्रति षष्ठी-सप्तम्योः विभक्त्योरभेदाद् द्रव्यार्थादेशतो निःशेषस्वद्रव्यस्वभावकत्वेन हेतुना सर्वेषु गुण - पर्यायेषु 'द्रव्यं, द्रव्यमिति अनुगतबुद्धिः जायते । इत्थं द्रव्यावस्थादिलक्षणेषु गुण-पर्यायेषु यस्मात् कारणाद् द्रव्यस्थापनाकारी = अनुगतरूपेण द्रव्यग्राही भवति तस्मात् कारणाद् अयम् अन्वयद्रव्यार्थिकनयो भणित इति तावद् वयमवगच्छामः ।
For
का
अन्यथा वा प्राज्ञैः विभिन्नपाठसङ्गतिः कार्या । एतन्नयोपयोगः त्रयोदशशाखायां (१३/३) वक्ष्यत इत्यवधेयम्।
,,
અન્વયદ્રવ્યાર્થિક નય કહેવાય છે.” આ ગાથા પણ અત્યંત ઉપયોગી છે. તેથી અમારા દ્વારા (મુનિ યશોવિજય ગણી દ્વારા) તેની વ્યાખ્યા કરાય છે. તે આ પ્રમાણે સમજવી – સંપૂર્ણ સ્વદ્રવ્ય જેનો સ્વભાવ છે તેવા સ્વકીય સમસ્ત ગુણને વિશે અને પર્યાયને વિશે ‘આ દ્રવ્ય છે, આ દ્રવ્ય છે' - આ પ્રમાણે અન્વયરૂપે દ્રવ્યની સ્થાપના કરનારો જે નય હોય છે તે નય અન્વયદ્રવ્યાર્થિક કહેવાય છે. કારણ કે આ દ્રવ્યાર્થિકનય અન્વયરૂપે પોતાના અભિપ્રેત અર્થની સિદ્ધિ કરે છે. નયચક્રની ઉપરોક્ત ગાથાનો આ સંક્ષિપ્ત અર્થ છે.
ગુણ-પર્યાયમાં દ્રવ્યત્વનો
આરોપ
CU
A
(મ.) પ્રસ્તુતમાં નયચક્રની ગાથાનું તાત્પર્ય એ છે કે છઠ્ઠી વિભક્તિ અને સાતમી વિભક્તિ વચ્ચે અર્થની દૃષ્ટિએ કોઈ ભેદ નથી. તેથી ગુણ-પર્યાયને દર્શાવનાર જે શબ્દ (ખ્રિસ્તેસહાવાળું) નયચક્રમાં છઠ્ઠી વિભક્તિમાં પ્રયોજાયેલ છે તેનો સાતમી વિભક્તિરૂપે સ્વીકાર કરીને નયચક્રની ઉપરોક્ત ગાથાનું અર્થઘટન આ રીતે કરી શકાય છે કે ગુણ-પર્યાયોનો સ્વભાવ સ્વાશ્રયભૂત સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તમામ ગુણ-પર્યાયોમાં ‘આ દ્રવ્ય છે, આ દ્રવ્ય છે’ - આવી અનુગત બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે થતી અન્વયબુદ્ધિથી (= અનુગત બુદ્ધિથી) તે-તે ગુણ-પર્યાયમાં અનુગતસ્વરૂપે દ્રવ્યને ગ્રહણ કરનાર સાતમો દ્રવ્યાર્થિકનય બને છે. જે કા૨ણે તે-તે ગુણ-પર્યાયોમાં અન્વય બુદ્ધિથી સાતમો દ્રવ્યાર્થિકનય દ્રવ્યનો વ્યવહાર કરે છે, તે કારણસર આ સાતમો દ્રવ્યાર્થિકનય અન્વયદ્રવ્યાર્થિક કહેવાયેલ છે. આ પ્રમાણે અમને (મુનિ યશોવિજય ગણીને) નયચક્રની ગાથાનું તાત્પર્ય જણાય છે. અમે અમારા ક્ષયોપશમ મુજબ નયચક્રની આ ગાથાની સંગતિ કરેલ છે.
જીં વિભિન્ન પાઠસંગતિ સ્વીકાર્ય )
(અન્ય.) વિદ્વાન પુરુષો બીજી રીતે પણ વિભિન્ન પાઠની સંગતિ કરી શકે છે. દ્રવ્યાર્થિકનયના પ્રસ્તુત સાતમા ભેદનો ઉપયોગ ૧૩ મી શાખાના ત્રીજા શ્લોકમાં જણાવવામાં આવશે. આ વાત અધ્યેતાવર્ગે ખ્યાલમાં રાખવી.